ફતેપુરામાં દાહોદ જિલ્લાશિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ્સ ઓફ ઓસલન્સ અંતર્ગત રિવ્યુ બેઠક યોજી

પ્રવીણ કલાલ ફતેપુરા

ફતેપુરા.તા.0૯ ફેબ્રુઆરી ગુરુવારના રોજ ફતેપુરા બી.આર.સી ભવન ખાતે દાહોદ જિલ્લાના શિક્ષણ માટે સતત ચિંતન કરી જિલ્લાની ટીમને માર્ગદર્શન આપનાર દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી ફતેપુરા તાલુકાના ૧૦૦-SOE શાળાના આચાર્યો તેમજ સી.આર.સી.ઓ ની રીવ્યુ બેઠક યોજી હતી.જેમાં જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા પ્રોજેક્ટર પર PPT થી SOE ના અપેક્ષિત લક્ષ્યાંકો વિશે તથા ગુણોત્સવ 2.0 વિશે, અને FLN વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.સાથે સાથે તેઓએ આચાર્યો અને સી.આર.સી કો ઓ ને પ્રશ્નોતરી કરી તેમના દ્વારા શાળામાં કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી હતીબેઠકમા ફતેપુરા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રકાશ વણકર અને બી.આર.સી.મુકેશ પટેલ હાજર રહ્યા હતા DPEO મયુર પારેખે આગામી સમયમાં શાળામાં સુધારાત્મક પરિણામો માટે કામગીરી કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: