ઝાલોદ તાલુકાના કુણી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ૭૧ મું સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
પંકજ પાનન્દિત ઝાલોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કુણી મુખ્ય પ્રાથમિક શાળાની સ્થાપના ૦૧/૦૨/૧૯૫૩ મા સ્થાપના શુભારંભ કરવામાં આવી હતી જેમાં શાળાને ૭૦ વર્ષ પૂર્ણ થયા અને ૭૧ વર્ષમાં પ્રવેશ થતાં કુણી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ૭૧ મું સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પધારેલ મુખ્ય મહેમાનોનું નૃત્ય સાથે પુષ્પમાળા સહિત પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઝાલોદ તાલુકાના ભાજપના લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા , દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી મયુરભાઈ પારેખ , ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ચેતનાબેન પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ શિતલબેન વાઘેલા, જિલ્લા પંચાયત સદસ્ય લલીતભાઈ ભૂરિયા , ઝાલોદ તાલુકા બિ. આર. સી. ભવનના કલ્પેશભાઈ મુનિયા ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ રમસુભાઈ ભાભોર, ઝાલોદ APMC ના ડિરેક્ટર સુનિલભાઈ હઠિલા સહિત કુણી મુખ્ય પ્રાથમિક શાળા આચાર્ય શ્રી રમેશભાઈ એમ. બરિયા યુવા મોરચા મંત્રી સુરેશ ભાઈ હઠિલા સહિત તમામ ગામના સરપંચ, આગેવાનો વડીલો તેમજ શાળાના શિક્ષક ગણ નાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.