ઘટાદાર લીમડાના જૂના વૃક્ષો અજાણ્યા ઇસમો દ્વારા બારોબાર કાપી નાખતા મામલતદાર કચેરી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ.
પંકજ પંડિત ઝાલોદ
જાગૃત નાગરિક ભરત શ્રીમાળી દ્વારા આ અંગે તપાસ માટે વિવિધ કચેરીઓને લેખિત અરજી દ્વારા માંગ કરાઈ હતી
ઝાલોદ વણકતળાઈ જતાં રોડ પર ગેરકાયદેસર વૃક્ષો કાપવામા આવેલ તે અંતર્ગત મામલતદાર કચેરી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઠુંઠી કંકાસીયા ચોકડી થી વણકતળાઈ હનુમાન મંદિર તરફ રસ્તાની બન્ને બાજુ પર આવેલા ઘટાદાર લીમડાના જૂના વૃક્ષો કુલ નંગ-4 પૂર્વ સક્ષમ અધિકારીની મંજૂરી લીધા વિના અજાણ્યા ઇસમો દ્વારા બારોબાર કાપી નાખવામાં આવેલ હતા એવી માહિતી મામલતદાર કચેરીને મળેલ હતી, મામલતદાર દ્વારા નગરપાલિકા મારફતે તપાસ કરાવતા રસીદભાઈ ટીબીવાલા ( રહે.ગુલીસ્તાન સોસાયટી )નું નામ બહાર આવેલ છે. મામલતદાર કચેરી દ્વારા તલાટી, ઝાલોદ અને સર્કલ ઓફિસર ઝાલોદ પાસે વધુ માહિતી અને જવાબો તારીખ 16-03-2023ના બપોરે 3 કલાકે રોજ વધુ કાર્યવાહી અંતર્ગત માહિતી ભેગી કરી રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવેલ છે.