ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામા આવ્યું.
સાજિદ મલેક
ગુજરાત પ્રવાસન વિભાગ, ગાંધીનગર અને નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદના સંયુક્ત ઉપક્રમે તા.૧૦/૦૨/૨૦૨૩ શુક્રવારના રોજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન અત્રેની કોલેજના આચાર્ય શ્રી ડૉ. બી. સી. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડા કોલેજના અધ્યાપક પ્રો. યોગેશચંદ્ર ડામોર અને યુવા સાહિત્યકાર ડૉ. ભરત ખેની તથા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઈ.સી. મેમ્બર પ્રો. ગૌતમ સંગાડા સાહેબ અધ્યક્ષસ્થાને હાજર રહ્યાં હતા. ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. દિનેશ મુનિયા સાહેબે કાર્યક્રમનું ઉદ્ બોધન કર્યું હતું. સ્પર્ધાનું સંચાલન ડૉ.રાજેશ ભાભોરે કર્યું હતું.અને આભાર વિધિ પ્રો. વરૂણ ડામોરે કરી હતી. કાર્યક્રમમાં તમામ અધ્યાપક ગણ હાજર રહ્યા હતા. સ્પર્ધામાં ૫૧ જેટલા વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો હતો. વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન બારીયા બાદલ દ્વિતીય સ્થાન કોળી ક્રિષ્ના અને તૃતીય સ્થાન રાઠોડ હિમાંશી અને કોમળ નરેશએ મેળવ્યું હતું. સ્પર્ધાના અંતે ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામા આવ્યું હતું.



