પ્રાથમિક શાળાઓમાં બાળકોને રોગો વીશે સમજણ આપવામાં આવી
નરેશ ગનવાણી બ્યૂરો ચીફ – નડિયાદ
પ્રાથમિક શાળાઓમાં બાળકોને રોગો વીશે સમજણ આપવામાં આવી
નડિયાદ: આજ રોજ તા ૧૦ ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યોગીનગર ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ટુંડેલ ની દરેક પ્રાથમિક શાળામાં બાળકો ને કૃમિ ની ગોળી ખવડાવવામાં આવી કૃમિની ઉણપ થી બાળકો માં પાંડુરોગ, કુપોષણ, ભૂખ ન લાગવી, બેચેની, પેટ માં દુખાવો, ઝાડા – ઉલ્ટી, વજન ઓછું થવું જેવા રોગો થાય છે તેની સમજણ આપી બાળકો ને અને તેમના શાળાએ ના આવતા ભાઈ બહેનો ને કૃમિની ગોળી ખાવા માટે સમજણ આપી અને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સીએચઓ જૈમિનબેન ઝવેરી આરોગ્ય કર્મચારી આલ્ફોન્સ ફ્રાન્સીસ આશા બહેનો અને પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશભાઈ અને શિક્ષકો હાજર રહ્યા હતા.