કપડવંજ-ડાકોર હાઈવે પરના શામળપૂરા સિમના ખેતરમાંથી ચોરી કરી ભાગેલા પાંચ ઇસમોને ઠાસરા પોલીસે ઝડપી પાડ્યા
નરેશ ગનવાણી બ્યૂરો ચીફ – નડિયાદ
કપડવંજ-ડાકોર હાઈવે પરના શામળપૂરા સિમના ખેતરમાંથી ચોરી કરી ભાગેલા પાંચ ઇસમોને ઠાસરા પોલીસે ઝડપી પાડ્યા
નડિયાદ: ડાકોર-કપડવંજ હાઇવે રોડ પર શામળપૂરા ગામની સીમમાં જીગ્નેશ પટેલના કાકા પ્રવિણ પટેલની જમીનઆવેલી છે.તે જમીન જીગ્નેશ છેલ્લા દસેક વર્ષથી વાવે છે અને ચાલુ વર્ષે જીગ્નેશે ખેતરમાં તમાકુની ખેતી કરી હતી.તા.૮ ફેબ્રુઆરીના રાતે વડોદરા પ્રસંગમાંથી જીગ્નેશ ઘરે પરત આવી રહ્યા હતા.તે સમયે તેના ખેતરમાં કોઈ મોટુ વાહન લાઇટ ચાલુ રાખી તમાકુ વીણતા નજરે પડયા હતા.તેથી તે ખેતરના નજીક જતા અજાણ્યા કાર ચાલકે ગાડી હંકારી મુકી હતી.વળી અજાણ્યા ચોર ઈસમોએ ત્રણ તમાકુના બાચકા ચાલુ કારે નજીકની ગટરમાં નાખ્યા હતા. આ બાદ જીગ્નેશે ખેતરમાં જઈ
તપાસ કરતા આશરે રૂ ૧૫ હજારની ચોરી થઇ હોવાની માલુમ થતા ઠાસરા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.ઠાસરા પોલીસે કારના નંબરના આધારે આણંદ ભરોડા પાસે વાહન માલિકના ઘરે પહોંચી હતી.ત્યાં તપાસ કરતા વાહન માલિકનો દીકરો કાર લઇ ગયો હોવાની જાણ થતા તેની પૂછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો.આ બનાવમાં પોલીસે અટકાયત કરેલ પાંચ ઈસમો પૈકી બે કિશોર છે.