ગરબાડા તાલુકાના સાહડા માં મકાન ઉપર નીલગર નું ઝાડ પડ્યું.
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના સાહડા માં મકાન ઉપર નીલગર નું ઝાડ પડતા મકાન ને નુકસાનઘરના લોકો બીજા મજૂરી માટે કામે તેમ જ બીજા લોકો અન્ય ઘરે હોવાથી જાન હાની ટળી ગરબાડા તાલુકાના સહાડા ગામે રહેતા ભુરીયા કનુ ભાઈ ખેતલા ભાઈ ના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલા ઘર ઉપર તારીખ ૧૧ ના સવાર ના એકા એક નીલગર નું એક ઝાડ પડતા મકાનના ઉપર લગાવેલ પતરા ભાગીને ભૂસ થઈ ગયા હતા ઘરના બધા સદસ્યો મજૂરી કામ માટે બહારગામ તેમજ બીજા સભ્યો બીજા ઘરમાં હોવાના કારણે કોઈને કોઈ પણ પ્રકારની ઈજા થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ તેઓના ઘરના પતરા તૂટી જવાના કારણે નુકસાન થયું હતું




