ટ્રેસ્ના ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા વાલ્લા શાળામાં મહિલા સંમેલન યોજાયું.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
ટ્રેસ્ના ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા વાલ્લા શાળામાં મહિલા સંમેલન યોજાયું અમદાવાદની સામાજિક સંસ્થા ટ્રેસ્ના ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર રોહિણી ચંદ્રા દ્વારા વાલ્લા પ્રાથમિક શાળામાં મહિલા જાગૃતિ સંમેલન યોજાયું જેમાં સંસ્થાના સંસ્થાપક રંગોલી બક્ષી તથા કરિશ્મા મેડમે હાજર શાળાના ઉપલા ધોરણની તથા ગામની કિશોરીઓ,મહિલાઓને માસિક ધર્મ બાબતે ગેરસમજ અને અંધશ્રદ્ધા દૂર કરી હતી તથા સ્લાઈડ શો અને નાટક દ્વારા વિવિધ ઉદાહરણ દ્વારા વૈજ્ઞાનિક ઢબે સેનેટરી પેડનો ઉપયોગની સાચી રીત શીખવી હતી.આ મહિલા સંમેલનમાં ગામના સરપંચ પત્ની વર્ષાબેન અશ્વીનભાઈ વાળંદ તથા મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી