યુજીસી ફેલોશીપ માટે ડીડી યુનિવર્સિટી ફાર્મસી વિભાગની વિદ્યાર્થિની ની પસંદગી.
યુજીસી ફેલોશીપ માટે ડીડી યુનિવર્સિટી ફાર્મસી વિભાગની વિદ્યાર્થિની ની પસંદગી
નડીઆદ ખાતે આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગમાં પીએચ.ડી. કરતી કૂ. ધ્વનિ નિશિતભાઈ શાહ નીપસંદગી સાવિત્રીબાઈ ફૂલે ફેલોશીપ ફોરસિંગલ ગર્લ ચાઇલ્ડ માં થતા કૂ. ધ્વનિને એપ્રિલ મહિના થી યુ.જી.સી. નોર્મ્સમુજબ પહેલા ૨ વર્ષ માટે રૂ.૩૧ હજારજુનિયર રિસર્ચ ફેલોશિપ અને બાકીના ૩વર્ષ માટે રૂ.૩૫ હજાર સિનિયર રિસર્ચફેલોશિપ મળવાપાત્ર થશે. આ પ્રતિષ્ઠિતફેલોશિપ પીએચ. ડી. દરમિયાન સંશોધનકાર્ય કરવા માટે આપવામાં આવે છે. આપ્રસંગે ડીડી યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડૉ. એચ. એમ. દેસાઇ, ડાયરેક્ટરઅંકુરભાઈ દેસાઇ, ફેકલ્ટીના ડીન ડો.તેજલ સોની અને ડૉ. બી. એન. સુહાગિયાએ અભિનંદન પાઠવ્યા હતા.