દાહોદ નગરપાલિકાના જે વિસ્તારના માર્ગો સાંકડા છે ત્યાં નો પાર્કિગ ઝોન જાહેર કરવામાં આવ્યા
દાહોદ,તા.5
દાહોદ શહેરમાં ટ્રાફીક નિયમન જળવાઇ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય ખરાડીએ જાહેરનામું બહાર પાડયું છે. દાહોદ નગરપાલિકાના જે વિસ્તારના માર્ગો સાંકડા છે ત્યાં નો પાર્કિગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તા. ૩૧-૧૨-૨૦૧૯ થી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ ભગીની સમાજથી તાલુકા પંચાયત સર્કલ, માણેક ચોક, તાલુકા સર્કલ, ઠક્કરબાપા ચોકડી રોડની બન્ને બાજુ, માણેક ચોક થી નગરપાલિકા, હનુમાન બજાર, કથીરીયા બજાર સુધી રોડની બન્ને બાજુ ફોર વ્હીલર માટે, નગરપાલીકા થી દોલતગંજ બજાર, અનાજ માર્કેટ યાર્ડથી બહારપુરા રોડ, પડાવ સર્કલ સુધી રોડની બંને બાજુ, નગરપાલિકા, એમ.જી.રોડ, ગુજરાતી વાડનું નાકુ, જનતા ચોક સુધી રોડની બંને બાજુ, બસ સ્ટેશન, ઠક્કર ફળીયા, રેલ્વે બાઉન્ડ્રી સુધી (રીક્ષા સ્ટેન્ડ સિવાય), સ્વામી વિવેકાનંદ સર્કલથી રેલ્વે સ્ટેશન રોડની બંને બાજુ નો પાર્કિગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
આ જાહેરનામું પોલીસ વાહનો અને આપાતકાલીન સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ફોજદારી અધિનિયમની કલમ -૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.