નડિયાદમાં એસટી બસની અડફેટે આવેલ કિશોરનુ ૬ દિવસે મોત નિપજ્યું.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદમાં એસટી બસની અડફેટે આવેલ કિશોરનુ ૬ દિવસે મોત નિપજ્યું નડિયાદ શહેરમાં મંજીપુરા રોડ પર આવેલ રવિકુંજ સોસાયટીમાં રહેતા  રાજેશભાઈબાબુભાઈ અમિનને એક દીકરો અને દીકરી છે. જેમાં દીકરી ૧૪ વર્ષની જાહન્વી ધો.૯માં અભ્યાસ કરતી હતી અને શહેરના વૈશાલી રોડ ઉપર આવેલ ટ્યુશન ક્લાસીસમાં સાંજે  સાયકલ પર જાય છે. ગત ૪ ફેબ્રુઆરી મોડી સાંજે જાહન્વી  ટ્યૂશન ક્લાસ પૂર્ણ કરી મોડી સાંજે પોતાના ઘરે પરત આવતી હતી. દરમ્યાન દાહોદથી રાજુલા જતી એસટી બસ ના ચાલકે શહેરના સરદાર ભવન સર્કલ પાસે જાહન્વીને ટક્કર મારતા તેણી નીચે પડી ગઈ હતી દરમ્યાન ડ્રાઈવર સાઈડનુંવિલ જાહન્વી પર ફરી વળતા તે ગંભીર ઘાયલ થઈ હતી. તેને સારવાર માટે દાખલ કરવામાં આવીહતી. સાત દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી જાહન્વીનું આજે મોત નિપજ્યું છે. આ અંગે નડિયાદ પોલીસે તપાસ હાથ  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!