પીપલગ ગામના વ્યાજખોર પરેશાન કરતા દંપતિ સામે ફરીયાદ નોંધાઇ.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

પીપલગ ગામના વ્યાજખોર પરેશાન કરતા દંપતિ સામે ફરીયાદ નોંધાઇ નડિયાદના પીપલગના મહિલાના પતિની બિમારીના કારણે  ગામના દંપતિ પાસેથીદસ ટકા વ્યાજે રૂપિયા ૧.૩૦ લાખ લીધાહતા.ત્રણ વર્ષ દરમિયાન દંપતિએ૩ લાખ આપી દીધા છતા મૂડી અને વ્યાજમાટે ફોન પર ઉઘરાણી કરતા દંપતિવિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નડિયાદના પીપલગમે રહેતા ૪૪ વર્ષીય મહિલાના પતિને લીવર અને કીડનીની બીમારીનાં કારણે તેઓ હાલ ઘરે છે. પતિની બિમારીના કારણે પત્ની અને તેનો દિકરો નોકરી કરી ઘરનુ ગુજરાનચલાવે છે.જેનાથી પતિની બિમારીનો ખર્ચ અને ઘરનો ખર્ચ ન નિકળતો હોવાથી ત્રણ વર્ષ પહેલા પીપલગ ગામના સોનલબેનપાસેથી રૂપિયા ૧.૩૦ લાખ દસ ટકા વ્યાજે લીધા હતા.જે ત્રણ વર્ષમાં રૂ 3 લાખ જેટલું ચૂકવ્યુ છે. તેમ છતાં વ્યાજ આપવામાં સમયવીતી જાય તો રૂપિયા ૧ હજાર,રૂ ૧૪૦૦કે ૨ હજાર ચૂકવવા પડતા હતા.વળી દંપતિ ઘરે આવી નાણાંની ઉઘરાણી કરે છે.છેલ્લા પંદર દિવસથી રૂપિયા ૧.૩૦ લાખ તથા વ્યાજની ઉઘરાણી કરવા ફોન કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપે છે.આ સમગ્ર બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે સોનલ અને તેના પતિ રાકેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!