પહાડ પ્રાથમિક શાળામાં 69 માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.
રમેશ પટેલ સીંગવડ
તાલુકો :- સીંગવડ
જીલલો :- દાહોદ
રમેશ પટેલ
પહાડ પ્રાથમિક શાળામાં 69 માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી
પહાડ પ્રાથમિક શાળા 70 માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને શાળા સ્થાપના દિવસના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
જેના ભાગરૂપે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમારંભ મુખ્ય અતિથિ શૈલેષભાઈ ભાભોર (એમ.એલ.એ 131 લીમખેડા) અને મયુરભાઈ પારેખ (જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી) એ દીપ પ્રાગટ્ય કરી કેક કાપી કાર્યક્રમ આગળ વધાર્યો જેમા ગ્રામજનો, ભાઈઓ-બહેનો અને વડીલો તથા વિદ્યાર્થીઓએ એ હાજરી આપી અને શાળા ભવિષ્યમાં પણ ઉત્તરોતર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.
પહાડ પ્રાથમિક શાળા પરિવારે આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો માટે એક સ્મરણિકા પુસ્તક છપાવ્યું હતું. જેમાં શાળા પ્રવૃત્તિઓના ફોટા, ગામનો ઇતિહાસ, શાળાનો અહેવાલ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સરકારી કર્મચારી સુધીની સફરની યાદી, શાળાના આજદિન સુધીના આચાર્યશ્રીઓ, વયો વૃદ્ધ વડીલોની યાદી, શાળાના કર્મચારીઓની માહિતી, અને દાતાશ્રીઓની યાદી હતી.



