ફતેપુરા ની મોટીરેલ અને લીમડીયા સેજા માં ફરજ બજાવતો ટપાલી વિધવા મહિલા ઓ ની પાસબુક લઈ ફરાર.
પ્રવિણ કલાલ ફતેપુરા
ફતેપુરા ની મોટીરેલ અને લીમડીયા સેજા માં ફરજ બજાવતો ટપાલી વિધવા મહિલા ઓ ની પાસબુક લઈ ફરાર થતા અનેક તર્કવિતરકોઅનેક લોકો ના અગત્ય ના દસ્તાવેજો અટવાયાપ્રતિનિઘી ફતેપુરા ૧૨ફતેપુરા તાલુકા ની ફતેપુરા પોસ્ટ ઓફિસ ના સેજા માં આવતા મોટીરેલ(પૂર્વ), અને લીમડીયા ગામ ના ટપાલ સેવા ફતેપુરા પોસ્ટ થી થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમય થી મોટીરેલ અને લીમડીયા ગામ ના લોકો ને પોસ્ટ મારફતે થી મળતા અનેક જરૂરી દસ્તાવેજો અટવાઈ ગયા છે. છેલ્લા કેટલાક મહિના ઓ થી ટપાલી ને જરૂરી દસ્તાવેજો પહોંચાડવા માં બેદરકારી દાખવી રહ્યો છે. જેને લઈ ગ્રામજનો એ અનેકવાર ફરજ પર ના ટપલી ને ફોન દ્વારા સંપર્ક કરવા નો પ્રયત્ન કરવા માં આવી રહ્યો છે પરંતુ સંપર્ક ન થતા ગામ લોકો ફતેપુરા પોસ્ટ ઓફિસે પહોંચી પોસ્ટ માસ્ટર ને રજુઆત કરી ત્યારે પોસ્ટ માસ્ટર દ્વારા પણ ટપાલી નો સંપર્ક કરવા નો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થયો ન હોવા નું ગામ લોકો પાસે થી જાણવા મળ્યું હતું.જેથી ફતેપુરા ના મોટીરેલ અને લીમડીયા ના ગામ લોકો એ સંતરામપુર સબ ડીવીઝન ઇન્સ્પેક્ટર ને ટપાલી ની બદલી કરી અન્ય ટપાલી મુકવા માં આવે તેવી માંગ કરતી અરજી કરી રજુઆત કરવા માં આવી જેથી ગામ લોકો ને પડતી મુશ્કેલી ન વેઠાવી પડે અને સમયસર જરૂરી દસ્તાવેજો મળી રહે તેમજ પોસ્ટ બેંક ની સેવા મળી રહે. ફતેપુરા ના મોટીરેલ અને લીમડીયા સેજા માં આવતા ટપાલી ની બેદરકારી ના કારણે કેટલાય લોકો ની બેંક પાસબુક,આધારકાર્ડ,ચેકબુક,એ.ટી.એમ કાર્ડ,વીમા પોલિસી, આર.સી. બુક, મની ઓર્ડર તેમજ વિધવા સહાય પેન્શન અટવાઈ ગયા. સરકાર શ્રી દ્વારા વિધવા મહિલા ઓ ને સહાય રૂપ બને તે માટે વિધવા સહાય પેન્શન ની શરૂઆત કરવા માં આવી છે જયારે આ યોજના થી વિધવા અને વૃદ્ધ મહિલા ઓ ને ખુબ જ મદદરૂપ બને છે ત્યારે ફતેપુરા ના મોટીરેલ અને લીમડીયા ગામ ની વિધવા મહિલા ઓ ને પેન્શન ના રૂપિયા પોસ્ટ માંથી મળે છે ત્યારે છેલ્લા કેટલાક મહિના ઓ થી ટપાલી દ્વારા વિધવા મહિલા ઓ ની પાસ બુક ઉઘરાવી લઈ ફરાર થઇ જતા વિધવા મહિલા ઓ ને પરેશાન થવા નો વાહરો આવ્યો છે અને વિધવા સહાય ન મળતા અનેક સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે. ફતેપુરા ના મોટીરેલ અને લીમડીયા સેજા માં આવતા ટપાલી છેલ્લા કેટલાક મહિના ઓ થી સતત તેની ફરજ પર બેદરકારી ના કારણે અનેક લોકો ના અગત્ય ના દસ્તાવેજો અટવાઈ ગયા છે જેથી તાત્કાલિક ધોરણે આ ટપાલી ની બદલી કરવા માં આવે અને બીજા ટપાલી ને મુકવા માં આવે જેથી વિધવા મહિલા ઓ ને સહાય ના રૂપિયા મળી રહે અને અગત્ય ને દસ્તાવેજો પણ ગામ લોકો ને મળી રહે.