પાણીવાસણ ગામે પુરપાટ દોડી આવતાં આઈસર ટેમ્પાએ રોડની સાઈડમાં આવતા ૨૮ જેટલા નાના મોટા બકરા બકરીઓને અડફેટમાં લીધા.
પાથિક સુતરીયા દે.બારીયા
સાંજના સુમારે દે.બારીયા તાલુકાના પાણીવાસણ ગામે બારીયા ફળિયામાં રોડ પર પુરપાટ દોડી આવતાં આઈસર ટેમ્પાએ રોડની સાઈડમાં આવતા ૨૮ જેટલા નાના મોટા બકરા બકરીઓને અડફેટમાં લઇ નાસી જતાં સર્જાયેલા અકસ્માતમાં ૧૫ જેટલા નાના મોટા બકરા બકરીઓનું સ્થળ પર જ મોત નિપજ્યાનું તેમજ ૧૩ જેટલા બકરા બકરીઓનું ઇજાઓ થયાનું જાણવા મળેલ છે.એક ફોર વ્હીલ વાહનનો ચાલક તેના કબ્જાનો જીજે. ૧૭ યુયુ ૭૮૦૬ નંબરનો આઈસર ટેમ્પો પરમ દિવસ તા. ૯.૨.૨૦૨૩ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે હંકારી લઇ આવી રસ્તામાં પાણીવાસણ ગામે બારીયા ફળિયામાં સાંજના પાંચેક વાગ્યાના સુમારે રોડની સાઈડમાં સીમમાંથી ચરીને પરત ઙઘરે જઇ રહેલા ૨૮ જેટલા બકરા બકરીઓ ને અડફેટમાં લઇ પોતાના કબ્જાની આઈસર ટેમ્પો લઇ નાસી જતાં આવેલા નાના મોટા ૨૮ જેટલા બકરીઓનું મોત નિપજ્યું હતુ. જ્યારે ૧૩ જેટલા નાના મોટા બકરા બકરીઓ ઇજાઓ થવા પામી હતી. આમ ૧૫ જેટલા બકરા બકરીઓનું મોત નિપજતાં અંદાજે ૮૦,૦૦૦ નું નુકસાન થવા પામ્યું હતુ. આ સંબંધે પાણીવાસણ ગામના બારીયા ફળિયામાં રહેતા હરેશભાઈ નરવતભાઈ બારીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે સાગટાળા પોલિસે આઈસર ટેમ્પોના ચાલક વિરુદ્ધ ઇપીકોક ૨૭૯,૪૨૯ તથા એમવીએક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪, મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.