દાહોદ પરત ઘરે જઈ રહેલા 61 વર્ષીય વૃદ્ધ ને અકસ્માત નડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું.
ગગન સોની
દાહોદ પરત ઘરે જઈ રહેલા 61 વર્ષીય વૃદ્ધ ને અકસ્માત નડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું.
મો.સાયકલ પર દાહોદથી પરત ઘરે જઇ રહેલ વૃદ્ધ દમ્પતિની મો.સાયકલ જાેશભેર ઇન્દોર અમદાવાદ હાઈવે પર જેકોટ ગામે નદીના નાળા ઉપર રાતનાં અંધારામાં પાર્કીંગ લાઈટ ચાલુ કર્યા વગર ઉભેલ ટેમ્પો સાથે પાછળના ભાગે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં વૃદ્ધ દમ્પતિને ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર માટે નજીકનાં દવાખાને ખસેડવામાં આવતા જ્યાં સારવાર દરમ્યાન ૬૧ વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.દાહોદ તાલુકાના રોઝમ ગામના નિશાળ ફળિયામાં રહેતા પ્રતાપસિંહ દલસિંહ નળવાયા તથા તેની પત્નિ હીરાબેન પોતાની જીજે. ૨૦ ક્યુ. ૭૯૭૬ નંબરની મો.સાયકલ પર દાહોદથી ગઇકાલે રાત્રે સાડા સાત વાગ્યાના સુમારે પરત ઘરે આવી રહ્યા તે વખતે જેકોટ ગામે નદીના નાળા ઉપર ઇન્દોર અમદાવાદ હાઈવે રોડ પર જતાં રસ્તામાં રોડ પર પાર્કીંગ લાઈટ ચાલુ કર્યા વગર ટ્રાફીક ડ્રાયવર્ઝન આપ્યા વગર તેમજ પાછળના ભાગે રેડીયમ પટ્ટા તથા રીફલેક્ટર લગાવ્યા વિનાના પાર્ક કરેલ જીજે. ૨૦ ટીટી. ૬૮૦૨ નંબરનાં ૪૦૭ ટેમ્પો પ્રતાપસિંહ નળવાયાને નજરે ન પડતાંે મની મો.સાયકલ ૪૦૭ ટેમ્પોના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા મો.સાયકલ પર સવારે પ્રતાપસિંહ દલસિંહ નળવાયાને તથા તેની પત્નિ હીરાબેન નળવાયા મો.સાયકલ પરથી ફંગોળાઈ નીચે પટકાતા પ્રતાપસિંહ નળવાયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમજે મની પત્નિ હીરાબેનને માથાના ભાગે બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન પ્રતાપસિંહ નળવાયાનું મોત નિપજ્યું હતું.આ સંબંધે ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા પ્રતાપસિંહ નળવાયા ના પુત્ર દિપકભાઈ પ્રતાપસિંહ નળવાયા એ નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલિસ ૪૦૭ ટેમ્પોના ચાલક વિરુદ્ધ ફેરલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


