રોડની સાઈડમાં ચાલતા જઇ રહેલા વટેમાર્ગુને બાઈકે ટક્કર મારતાં ગંભીર ઇજા થતા મોત.
રોડની સાઈડમાં ચાલતા જઇ રહેલા વટેમાર્ગુને બાઈકે ટક્કર મારતાં ગંભીર
ઇજા થતા મોત
દાહોદ
લીમડી ગામે ચાકલીયા રોડ કામધેનું હોટલ નજીક લીમડીથી ચાકલીયા જતા હાઈવે પર મોડી સાંજે મો.સાયકલની અડફેટે લીમડીના એક યુવકને ટક્કર મારતા તેને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ.
લીમડી ગામે બાંડા ફળિયામાં રહેતા પુનાભાઈ કચરાભાઈ ગેલોત ગત તા. ૩.૨.૨૦૨૩ ના રોજ સમોડી સાંજના લીમડી ગામે ચાકલીયા રોડ કામધેનું હોટલ નજીક હાઈવે પર રોડની સાઈડમાં ચાલતાં જતા તે દરમ્યાન માતેલા સાંઢની જેમ પુરપાટ દોડી આવતી એમપી ૧૧ એમએમ. ૬૦૭૮ નંબરની મો.સાયકલની ટક્કરે પુનાભાઈ કચરાભાઈ ગેલોત રોડ પર પટકાતા તેને માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થતાં તેને દવા સારવાર માટે લીમડી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યા ઇજાની ગંભીરતાને ધ્યાને લઇ પ્રા.સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રીફર કર્યા હતા જ્યા સારવાર દરમ્યાન ગઇકાલે મોત નિપજ્યું હતુ. આ સંબંધે લીમડી ગામે બાંડા ફળિયામાં રહેતા લલીતભાઈ મુકેશભાઈ ગેલોતે નોંધાવેલી ફરિયાદને આધારે લીમડી પોલિસે મો.સાયકલ ચાલક વિરુદ્ધ ફેરલનો ગુનો નોંધી આહળની કાર્યવાહી હાથ ધરી છે.