સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રના દશાબ્દી મહોત્સવ નિમિત્તે ગીત અને વકતૃત્વ સ્પર્ધા યોજાઇ.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડીયાદ

સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રના દશાબ્દી મહોત્સવ નિમિત્તે ગીત અને વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

નડિયાદ: યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા વર્તમાન પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં આયોજિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રના દશાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજિત વિવિધ દસ સ્પર્ધાઓમાંની  આજરોજ ગીત સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનો સુંદર આયોજન કરવામાં આવ્યું , જેમાં ગીત સ્પર્ધામાં   સંતરામ મહારાજ ના ભજનો,બાળગીતો,પ્રેરણા ગીત,શૌર્ય ગીત વિષય ઉપર  ૩૮૯બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.  તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં  માતા પિતા નો પ્રેમ,મારો દેશ ઉપર  ૧૧૩ બાળકો ઉત્સાહભેર  અને માતા બનવાનો અનુભવ,પિતાની બાળક તરફ ની જવાબદારી વિષય ઉપર ૧૦૩ માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. પરમ પૂજ્ય રામદાસજી મહારાજે ખાસ ઉપસ્થિત રહીને બાળકો અને માતાઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને બાળકના જીવનમાં સ્પર્ધાઓ માં ભાગ લેવાથી આત્મવિશ્વાસ માં વધારો થાય અને બાળકો તેમના જીવનમાં ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કરે અને ભારત નું ભાવિ તેજસ્વી બને ,ઓજસ્વી બને તેવી શુભેચ્છા પાઠવી હતી.સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ એ ભાગ લીધેલ તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. જે બાળકોએ  દશાબ્દી ની સ્પર્ધામાં પોતાના આત્મવિશ્વાસને સાબિત કરવા ભાગ લીધો હશે ,તે બાળકને જય મહારાજના હસ્તાક્ષર વાળો આશીર્વાદ પત્ર (પ્રમાણપત્ર) અને વિશેષ ઉપહાર આપવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!