દાહોદ અને ગરબાડા ના ધારાસભ્યો સાથે પરામર્શ બેઠક સમાજ ના આગેવનો સાથે યોજાઈ.
નીલ ડોડિયાર
દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લા ના ભીલ આદિવાસી સમાજ ના લગ્નો માં થતા ખોટા- મોટા ખર્ચાઓ ને રોકવા તથા દહેજ- દારુ – ડીજે ને દૂર કરવા માટે ના અભિયાન અંતર્ગત દાહોદ અને ગરબાડા ના ધારાસભ્ય શ્રી ઓ સાથે પરામર્શ બેઠક:
દાહોદ પંચમહાલ અને મહીસાગર જીલ્લા ના ભીલ આદિવાસી સમાજ ના લગ્નો માં થતા ખોટા મોટા ખર્ચાઓ ને રોકવા તથા દહેજ દારુ ડીજે ને દૂર કરવા માટે ના અભિયાન* અંતર્ગત આજરોજ સાંજે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે દાહોદ ના ધારાસભ્ય માનનીય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ અને ગરબાડા ના ધારાસભ્ય માનનીય શ્રી મહેન્દ્ર ભાઈ ભાભોર સાહેબ બંન્ને સાથે સંયુક્ત રીતે સફળ મુલાકાત થઈ હતી. બંન્ને ધારાસભ્ય શ્રી ઓ નો ખુબ સરસ ઉમળકાભર્યો અને સમાજ માટે મદદરૂપ બનવાની ભાવના સભર પ્રતિભાવ મળ્યો હતો. તેઓએ તમામ સરપંચ શ્રી ઓને આ મુદ્દે જવાબદારી લઈને નેતૃત્વ કરવા માટે જણાવશે તેમ જણાવ્યું હતું. સાથે સાથે પોલીસ અને વહીવટી તંત્ર તરફથી પણ મદદરૂપ બનવા માટે જરૂરી કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું. દેખા દેખી ના કારણે લગ્નો માં ખોટા મોટા ખર્ચાઓ કરી નાખીને દેવામાં ડૂબી જતા આદિવાસી ભીલ સમાજ ના ભાઈઓ અને બહેનો ને લગ્ન ખર્ચ માં ઘટાડો કરી આપી ને તેમની આર્થિક સ્થિતિ બહેતર બનાવવા ના આ સારા કામમાં મદદરૂપ બનવા માટે તેઓએ હર સંભવ પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. દાહોદ પંચમહાલ અને મહીસાગર જીલ્લા ના ભીલ આદિવાસી સમાજ ના આગેવાનો દ્વારા ખુબ બહોળો પ્રચાર પ્રસાર અને મિટિંગો થકી મંતવ્યો, સૂચનો મેળવી ને તૈયાર કરવામાં આવી રહેલા સમાજના આ લગ્ન બંધારણ નું પાલન કરવા ની તેમણે ખાતરી આપી હતી તથા સમગ્ર સમાજ જનોને તેનું પાલન કરવા માટે આહ્વાન કર્યું હતું. આ શુભ કાર્ય ની શરૂઆત પોતાના ઘરેથી કરીશું તેમ પણ તેમણે જણાવ્યું હતું. બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ની ટીમ આ બંન્ને માનનીય ધારાસભ્ય શ્રી ઓ નો ખુબ ખુબ આભાર માને છે.