કપડવંજમાં ઓનલાઇન મહેંદી મંગાવતા ખઠીયાએ ૩.૨૧ લાખની છેતરપિંડી કરી.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
કપડવંજમાં ઓનલાઇન મહેંદી મંગાવતા ખઠીયાએ ૩.૨૧ લાખની છેતરપિંડી કરી કપડવંજના ભૂંગળીયામાં રહેતીપરિણીતાએ મોબાઇલમાંથી પરપલ નામનીએપમાંથી મહેંદી મંગાવી હતી.તા.૧૬ જાન્યુઆરીના રોજ પરિણીતા તેના પિયરમાં હતી તે સમયે એક અજાણ્યા મોબાઇલ ધારકે ફોન કરી પાર્સલ આવી ગયું હોવાનું જણાવી મોબાઇલમાં આવેલ ઓટીપી આપવા જણાવ્યુ હતુ.જેથી પરિણીતાએઓટીપી આપી સાસરીમાં આવુ ત્યારેપાર્સલ આપી દેવાનું જણાવ્યુ હતુ.તા.૧૯ જાન્યુઆરીના રોજ પરિણીતા સાસરીમાં આવતા પાર્સલ આવ્યું ન હતુ તેથી પર્પલ માં ફોન કરતા એક્સપ્રેસ બીજ કુરિયર પર કોન્ટેક્ટ કરવાનુ જણાવ્યુ હતુ. તેથી તા.૩૦ જાન્યુઆરીના રોજ ગુગલ પરથી એક્સપ્રેસ બીઝ કુરિયર કોન્ટેકનંબર મેળવી ફોન કરતા ફોન કપાઈ ગયો હતો.જેની થોડીવારમાં અન્ય નંબર પરથી ફોન આવ્યો હતો તેને કુરિયરની ઓળખ આપી મોબાઇલમાં લીંક આવશે જેમાં રૂ ૫ રૂ.નુ ટ્રાન્ઝેકશન કરતા કુરિયર આવી જશે તેમ જણાવ્યુ હતુ તેથી આપેલ લીંકમાંવિગતો ભરી હતી. દરમિયાન એક મોબાઇલ ધારકે ફોન કરી રૂ ૫ ટ્રાન્ઝેક્શન કરી આપવાનું જણાવતા પરિણીતાએ પતિના મોબાઇલ નંબર પરથી રૂ.૫ નુ ટ્રાન્ઝેક્શન કર્યુ હતુ.આ બાદ અલગ અલગ તારીખે એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન થયુ હતુ. અને બેંકમાં નાખેલ ચેક બાઉન્સ હતાં ત્યારબાદ તપાસ કરીતો રૂ ૩ લાખ ૨૧ હજાર ૯૯૯ નુ છેતરપિંડી થઇ હોવાનું ખબર પડતાં કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધ્યો છે.