મારામારીના ગુન્હામા છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી દેવ.બારીયા પોલીસ

પથિક સુતરીયા દે.બારિયા

મહે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તેમજ મે,પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ બીજી અન્ય પરીણામલક્ષી કામગીરી કરવા માટે જરૂરી સુચના અને માર્ગદશન આપેલ.જે અન્વયે મે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.સી.ખટાણા સાહેબ લીમખેડા વિભાગ લીમખેડાનાઓએ પણ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ. જે અન્વયે દેવ.બારીયા પો.સ્ટેના સિ.પો.સબ.ઇન્સ શ્રી બી.એમ.પટેલ નાઓએ પો.સ્ટેના પોલીસ કર્મચારીઓને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ ગજેન્દ્રસિંહ રવેસિંહ બ.નં -૧૦૫૩ તથા અ.હે.કો વિક્રમભાઇ મણિલાલ બ.નં-૯૪૧ તથા અ.હે.કો સુભાષભાઇ ધુળાભાઇ બ.નં- ૯૯૮ તથા અ.પો.કો પ્રકાશભાઇ વરસીંગભાઈ બ.નં-૧૧૮૬તથા અ.પો.કો દિનેશભાઇ મનુભાઈ બ. નં-૮૬૫ નાઓ ટીમ બનાવી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ પેટ્રોલીંગમા નીકળેલ હતા તે દરમ્યાન સિ.પો.સબ.ઇન્સ શ્રી બી.એમ.પટેલ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે દેવ.બારીયા પો.સ્ટે ફ.ગુ.ર. નંબર-૧૦૪/૨૦૧૮ ઇ.પી.કો.કલમ.૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબના ગુન્હાના કામે છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી- દિલીપભાઇ શનાભાઇ જાતે-રાવળ રહે.દહીકોટ તા.ગોધરા જી.પંચમહાલ નાઓનો મજુરી કામેથી તેના ઘરે આવેલ છે અને તે સાગારામા ચોકડી ઉપર આવેલ હોવાની બાતમી હકીકત મળતા ઉપરોકત જણાવેલ પોલીસ સ્ટાફના માણસોને તે બાબતની જાણ કર મોકલી તેઓને સાગારામા ચોકડી ઉપરથી ઝડપી પાડી પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!