ચકલાસી માં ફેબ્રીકેશન વાળાને શેળ બનાવાનું કહી ૨૧ હજાર લઇ લિધા
નરેશ ગનવાણી બ્યરો ચીફ – નડિયાદ
ચકલાસી માં ફેબ્રીકેશન વાળાને શેળ બનાવાનું કહી ૨૧ હજાર લઇ લિધા
નડિયાદ: બહુચરાજી ખાતેના ફેબ્રીકેશનવાળાને શેડ બનાવવા માટે બોલાવી દાનમાં મળેલા ડોલર વટાવવાનુ કહી રૂપિયા ૨૧ હજાર લૂંટી લીધા છે. આ બનાવ મામલે ફેબ્રીકેશનો ધંધો કરતા આ ઠગ ટોળકી સામે ચકલાસી પોલીસમાં કરિયાદ નોંધાવી છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આકંબા ગામે રહેતા અને ફેબ્રીકેશનનો ધંધો કરે છે. રામભા ચેનાજી ઝાલાને ગત ૮મી ફેબ્રુઆરીના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો ને સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે, તે નડિયાદ બાજુના ચકલાસી ગામમાંથી રાજુભાઈ બોલે છે. અને આ વ્યક્તિએ માતાજીના મંદિર માટે ૩ શેડ અલગ અલગ માપના શેડ તૈયાર કરાવાના હોય કામ જોવા માટે ચકલાસી બોલાવ્યો હતો. આ બાદ બીજા દિવસે રામભા અને તેમના મિત્ર ચકલાસી આવ્યા હતા. દાનમાં સવા લાખ ડોલર આવેલા છે અને આ ડોલર વટાવવાના છે ચકલાસીથી એક વ્યક્તિ આ રાજુભાઈને મળવા માટે ચકલાસી નજીકના દેવકાપુરામા લઈ ગયો હતો.જ્યાં શેડ જોઈ રામભા ઝાલાએ રૂપિયા ૩૦ લાખનુ એસ્ટીમેન્ટ આપ્યું હતું. આ બાદ આ રાજુભાઈએ રામભા ઝાલાને જણાવ્યું કે અમારે દાનમાં સવા લાખ ડોલર આવેલા છે અને આ ડોલર વટાવવાના છે મને રૂપિયા આપજો તમે ડોલરની જે કિંમત આપસો તે લઈ લઈશું
તેમ કહ્યું હતું. જોકે રામભા ઝાલાનેડોલર અંગેની ગણી સમજ નહોતી તેથી તેઓએ અન્ય તેમના મિત્રની મદદ લીધી હતી. ગતરોજ ૨૧ હજાર રૂપિયા લઈને તેમના બે મિત્રો સાથે ચકલાસીના દેવકાપુરામા રહેતા આ રાજુભાઇના ઘરે ગયા હતા. જ્યાં આ રાજુભાઈ અને તેમના ભાઈએ ડોલરની નોટો બતાવી જે અસલ લાગતા ડોલર લેવાની વાત કરતા આ બંને લોકોએ ઘર નજીક આવેલ મંદિરમાં લઈ ગયા હતા ત્યાં ૨૧ હજાર રૂપિયા મંદિરમાં મુકાવ્યા હતા અને આ દરમિયાન મંદિર બહાર એકાએક બૂમાબૂમ થતા આ બંન્ને ભાઈઓએ કહ્યું તમે લોકો જલ્દી નીકળી જાવ તેમ કહી ગભરાવી દીધા હતા. જોકે આ રામભા ઝાલાએ મંદિરમાં મુકેલા નાણા પાછા લેવા જતા ઉપરોક્ત વ્યક્તિઓએ તેઓને મારી નાખવાની ધમકી આપી હતી અને બળજબરી પૂર્વક ૨૧ હજાર રૂપિયા
જુટવી લઈ ધક્કો મારી નાસી ગયા હતા. ડર લાગતાં રામભા ઝાલા અને તેમના મિત્રો ત્યાંથી નીકળી ગયા અને ચકલાસી પોલીસ મથકે આવ્યા હતા. જ્યાં આ તમામ લોકોના ફોટોગ્રાફ્સ બતાવતાં જે રાજુભાઇ હતો તે મહેન્દ્રભાઈ તરીકે વાત કરતો મોહનભાઈ તળપદા (રહે.દેવકાપુરા) અને તેના ભાઈનું નામ મુકેશ ઉર્ફે રાજુ બાબરભાઈ તળપદા (રહે.મહુડીયાપુરા) હોવાનુ જાણવા મળ્યુ હતું. અને આ કાવતરાને અંજામ આપનાર બે વ્યક્તિઓ મળી આ ઠગ ટોળકી સામે રામભા ઝાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.