કઠલાલ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમા સત્વરે રીપેરીંગ કરવામાં આવે, ખેડૂતો માગ
નરેશ ગનવાણી બ્યરો ચીફ – નડિયાદ
કઠલાલ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમા સત્વરે રીપેરીંગ કરવામાં આવે, ખેડૂતો માગ કઠલાલ તાલુકામાંથી પસારથતી સરદાર સરોવર નર્મદા નિગમ મહેમદાવાદ શાખાની છે. કઠલાલ તાલુકા માંથી પસાર થતી નર્મદા નિગમ મહેમદાવાદ શાખાની નહેર તોરણા થી કઠલાલ તરફ આવે છે. જેમાં ઘણા બધી જગ્યાઓ પર કેનાલ જર્જરીત હાલતમાં છે. અમુક સ્થળો પર ધોવાણ થઈ
ગયુ છે, તેની બન્ને બાજુ સીમેન્ટના સળીયા સિવાય ની પાળો બનાવવામાં આવી છે. તો કોઈક જગ્યાએ કામ અધૂરૂ છોડી દેવાયુ છે. કોઈક જગ્યાએ નવું કામ કરવામાં આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળે છે. પરંતુ એકંદરે કેનાલની સ્થિતિ સાવ ખરાબ છે. ત્યારે વિશેષઆશયથી બનાવેલી આ કેનાલને સત્વરે રીપેર કરવામાં આવે નહીં તો આગામી ચોમાસા દરમિયાન નહેર તૂટી જશે તેવી ભીતિ ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે.