ઝાલોદ નગરના સામાજિક કાર્યકર્તા ડો.બી.એમ.ગોહિલને સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્પોર્ટ્સમાં પસંદગી પામ્યા છે.

પંકજ પંડિત ઝાલોદ

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્પોર્ટ્સ ટીચર તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી નામના મેળવી

હાલમાં સાંસદ ખેલ મહાકુંભમાં પણ સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠ કોચ માટે ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.

ઝાલોદ નગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્પોર્ટ્સ ટીચર તરીકે છેલ્લા ૨૬ વર્ષથી ફરજ નિષ્ઠા પૂર્વક બજાવતા ડો.બી.એમ.ગોહીલ નગર માટે સદા કોઈ પણ સામાજિક કાર્ય હોય તેમાં અગ્રેસર રહી લોકોના દિલમાં બિરાજમાન થયેલ છે. તેઓ સદાય નગરના હિતમાં થતા કોઈ પણ કાર્યમાં ખડે પગે નિસ્વાર્થ ભાવે કામગીરી કરતા આવ્યા છે. કોરોના કાળ દરમ્યાન પણ તેઓએ નગરના લોકો માટે ચિંતિત રહી નિસ્વાર્થ ભાવે સેવાકીય કામગીરી કરેલ હતી નગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્પોર્ટ્સ ટીચર તરીકે ખૂબ સરસ કામગીરી કરી નગરની કોલેજને પણ છેલ્લા કેટલાય વર્ષોથી ગૌરવ અપાવી રહેલ છે. નગરની કોલેજના વિધાર્થીઓને સચોટ માર્ગદર્શન આપી સ્પોર્ટ્સમાં રાષ્ટ્રીય કક્ષાએ અનેક રમતસ્પર્ધાઓમાં ખેલાડીઓને મોકલી ઝાલોદનુ નામ રોશન કરેલ છે. દર વર્ષે છેલ્લા ૭-૮ વર્ષથી ૧૨ થી ૧૫ ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષાએ મોકલી ઝાલોદ તાલુકાના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સને પોતાનું કેરીયર બનાવવા માર્ગદર્શન આપી રહ્યા છે. તેમાં તેમની સ્પોર્ટ્સ ટીચર તરીકેની કામગીરી નોંધનીય રહી છે.તાજેતરમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સદસ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવતા નગરજનોએ તેમને અભિનંદન પાઠવી વધાવી લીધા હતા. તેઓની શ્રેષ્ઠ કામગીરીએ નગરનું પણ નામ રોશન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: