નાયકા થી કલોલી જવાના રોડ પર ખાડા પડી જવાથી વાહન ચાલકો પરેશાન
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
ખેડા તાલુકાના નાયકા થી કલોલી જવાના માર્ગ ઉપર છેલ્લા બે વર્ષ થી ખાડા પડી ગયા છે. નાયકા થી કલોલી જવાના ત્રણ કિલોમીટરના રોડ ઉપર ઠેર ઠેર
ખાડાઓના કારણે વાહન ચાલકોમુશ્કેલીમાં મુકાયા હતો. રોડ પર ખાડાઓને કારણે વાહનો પસાર થાય એટલે ધૂળ રજકણો ઉડતા અકસ્માત થવાની શક્યતાઓ સર્જાઇ છે.આ રોડ વર્ષ ૨૦૧૭ના અંતમાં ખેડાના નાયકાથી કલોલી રોડ નવીન બનાવવામાં આવ્યો હતો. જે ૨૦૧૮ ના શરૂઆત માં પૂર્ણ કરાયો હતો. રૂ.૧.૬૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ રોડ માત્ર બે વર્ષમાં જ તૂટવા લાગ્યો હતો અને ખાડાઓ પડવાલાગ્યા હતા. રોડ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં રોડના ખાડાઓ પુરવાની કે મરામતની કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાંઆવી ન હતી. રોડ બને પાંચ વર્ષ પણ પૂર્ણ થયા નથી ત્યારે આખો રોડ તૂટી ગયો હતો.દર્દીઓને દવાખાને લઈ જવામાં જર્જરિત રસ્તાને કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. નાયકા -કલોલી રોડ જ્યારે નવીન બનાવવામાં આવ્યો હતો. તે સમયે રોડની બંને બાજુ માટીથી પુરવામાં આવી ન હતીતથા રોડ ઉપર કોઈ માઈલ અંતરના પિલ્લર પણ મૂકવામાં આવ્યા ન હતા. જેને લઇ રસ્તો વહેલો જર્જરિત થઇ ગયો હતો.ત્યારે છેવાડાના ગામડાની અંદર રોડ બે વર્ષમાં ખરાબ થઈ જાય છે. જેની તંત્ર દ્વારા રોડ ઉપર કોઈ ખાડા પૂરવાની કે કોઈપણ જાતની મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જેને લઇ ગામના લોકોને પાંચ વર્ષ સુધી રાહ જોવી પડે છે. હાલ પાંચ વર્ષ પુરા થઈ ગયા હોઇ પાંચ વર્ષની અંદર તંત્ર દ્વારા રસ્તાની કોઇ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. ત્યારે ઘોર નિંદ્રામાં સુઈ રહેલા રોડ ખાતાના અધિકારીઓ કોઈ અનિચ્છનીય ઘટનાની રાહ જોઈને બેઠા હોય તેવું જણાઈ રહ્યું છે.


