સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ લીમખેડાથી કરાવશે પ્રારંભ
સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ લીમખેડાથી કરાવશે પ્રારંભ
સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા ગુજરાતના ખૂણે ખૂણામાં જળસંચય માટે રાજ્ય સરકાર દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાનનો આવતીકાલે તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ ગામ તળાવ, વડેલા ગામ, લીમખેડા ખાતે રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ પ્રારંભ કરાવશે. જિલ્લાના તળાવ ઊંડા કરવા ચેકડેમ ઊંડા કરવા અને કેનાલોની સફાઈ કરવાના આ મહા અભિયાનના શુભારંભ પ્રસંગે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત સુશ્રી શીતલબેન વાઘેલા તેમજ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. વડેલા ખાતે સવારે ૮.૩૦ વાગે કાર્યક્રમ યોજાશે.