નડિયાદ સંતરામ રોડ પર એસટીબસ ના પાછલા વ્હીલમા આવી જતાં એક નુ મોત
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ સંતરામ રોડ પર પસાર થતી બસના પાછળના વ્હીલમાં એક રાહદારી કચડાઈ ગયો છે. બસના ડ્રાઈવરના જણાવ્યા મુજબ રાહદારીએ જાણીબુઝીને દોટ મૂકી પાછળના વ્હીલમાં ભટકાયો હતો. બુધવારની સાંજે દાહોદ-સોજીત્રા-પેટલાદ જતી એસટી બસ નડિયાદ ડેપોમાંથી નીકળી સંતરામ રોડ ઉપર પહોંચી હતી ત્યારે સંતરામ સર્કલ પાસે અજાણ્યો રાહદારી આ બસના પાછળના વ્હીલમાં આવી અથડાતાં અવાજ સંભળાયો હતો. જોકે બસ તો ટ્રાફિકના કારણે ધીમી ચાલતી હતી પરંતુ અવાજ સંભળાતા બસના ચાલકે રોડ પર જ બસ ઊભી કરી દીધી હતી. અકસ્માત થતાં લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતાં. આ ઘટનાની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ રાહદારીની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા છે. એસટી બસ ડ્રાઈવરના નિવેદન મુજબ આ રાહદારી અચાનક પાછલા વ્હીલમાં દોટ મૂકીને આવી જતાં ઘટના બની એટલે રાહદારીએ ઈરાદાપૂર્વક આપઘાત કરવા જ આમ કર્યું હોવાનુંજણાવ્યું છે. જોકે હાલ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે અને આરાહદારીનું મોત અકસ્માતમાં થયું કે આત્મહત્યા કરી તે બાબતે તપાસ ચાલીરહી છે.



