નડિયાદમાં તબીબને મકાન ભાડે આપવાની ઓનલાઇન એડ ભારે પડી છે.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદમાં તબીબને મકાન ભાડે આપવાની ઓનલાઇન એડ ભારે પડી છે.
આર્મી મેનની ખોટી ઓળખ આપી બે મોબાઇલ ધારકોએ રીવોર્ડ કાર્ડનું કહી તબીબ પાસેથી જુદીજુદી રીતે રૂપિયા બે લાખ પડાવી લીધા છે.નડિયાદ ટાઉન પોલીસમા બે મોબાઈલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે નડિયાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ સામે અભિષેક બંગ્લોઝમાં રહેતા કીર્તિકુમાર ચંદ્રકાંત ઠક્કર પોતે ડોક્ટર છે અને તેમનુ એક્સરેનુ ક્લિનિક સંતરામ રોડ ઉપર આવેલ છે. ગત ૨૮મી જાન્યુઆરી ૨૩ ના રોજ તેઓએ ઓનલાઇન ૯૯૯૯ એકર મારફતે જાહેરાત આપી હતી કે પોતાનુ અમદાવાદ ખાતેઆવેલ મકાન ભાડે આપવાનું છે. અને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ મેસેજ આવેલો જે સામેવાળી વ્યક્તિએ અમદાવાદ મકરબા ખાતે આવેલું તમારુ મકાન ભાડે લેવા માગું છું તેણે પોતાનું નામ અક્ષયકુમાર જણાવ્યું હતું. અને બીજા દિવસે વહેલી સવારે આ નંબર પરથી મીસ કોલ જોતા કીર્તિકુમાર ઠક્કરે સામે કોલ કરીને જવાબ આપ્યો હતો.જેમાં સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખાણ અક્ષય કુમાર અને આર્મીમાં છું અને મારી અમદાવાદમાં ટ્રાન્સફર થયેલ છે જેથી તમારા પ્રોપર્ટીના ફોટા મોકલો અને મને ગમશે તો હું તમને જણાવીશ તેમ કહ્યું હતું. જેથી કીર્તિકુમારે પોતાના વોટ્સએપ મારફતે તેમના નંબર ઉપર પોતાના મકાનના ફોટોગ્રાફ્સ મોકલી આપ્યા હતા. થોડી મિનિટોમા જ એ વ્યક્તિએ કહ્યું કે અમને ઘર ગમી ગયું છે ભાડું કેટલું અને ડિપોઝિટ કેટલી આપવાની રહેશે તેવી વાત કરી હતી જેથી કીર્તિ કુમારે કહ્યું કે તમારે બે મહિનાનું એડવાન્સ ભાડું રૂપિયા ૭૦ હજાર તેમજ ડિપોઝિટ તમે રૂબરૂ આવશો ત્યારે ભાડા કરાર કરી નોટરી અને પોલીસ વેરિફિકેશન બાદ કરીશું તેમ કહ્યું હતું. જેથી સામેવાળી વ્યક્તિએ પોતાના આર્મીના આઈકાર્ડનો ફોટો, પાનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોની નકલો મોકલી આપી હતી. આ વ્યક્તિના જાસામા આવી સૌપ્રથમ રૂપિયા ૧૦ આપ્યા આ બાદ સામેવાળી વ્યક્તિએ કીર્તિકુમારને જણાવ્યું કે હું મારા
એકાઉન્ટન્ટ સાથે તમારી વાત કરાવું છું અને તમને પૈસા ટ્રાન્સફર કરી આપું છું. પછી થોડી વારમાં અન્ય મોબાઈલ ફોન નંબર ઉપરથી કેપ્ટન રવિકુમાર બોલું છું તેમ કહી કીર્તિકુમાર સાથે વાત કરી હતી. જેમાં આ વ્યક્તિએ તમે તમારું ગુગલ પે એપ ઓપન કરો તેમ કહી નાણાં રીવોર્ડ કાર્ડ મળશે તેમ કહ્યું હતું. જો તમને વિશ્વાસ ન આવે તો ચેક કરી લો, જોકે તબીબે જણાવ્યું કે મારે નાણાં લેવાના છે આપવાના નથી તેમ છતાં પણ આ વ્યક્તિના જાસામા સૌપ્રથમ રૂપિયા ૧૦ આપ્યા હતા. આ ૧૦ રૂપિયા તેમના એકાઉન્ટમા જમા થયા હતા. આમ કહી જુદી જુદી રીતે રીવોર્ડ કાર્ડનું કહી અલગ અલગ તારીખોમાં કુલ રૂપિયા બે લાખ જેટલી રકમ ઓનલાઇન પડાવી લીધી હતી. અને એ બાદ તબીબ કીર્તીકુમાર ઠક્કરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ આ નાણાં પાછા માગતા ગઠીયાએ આપ્યા નહીં આથી સમગ્ર મામલે આજે કીર્તીકુમાર ઠક્કરે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને અજાણ્યા બે મોબાઇલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.