ઝાલોદ તાલુકાના હેલ્થ ઓફીસર ડૉ ડી.કે.પાંડે તેમજ બીલવાણી પ્રા.આ.કે ના મેડીકલ ઓફિસર નિકિતા પટેલ ટીબી દર્દીને દત્તક લઈ નિક્ષત્ર મિત્ર બન્યાં
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ તાલુકાના હેલ્થ ઓફીસર ડૉ ડી.કે.પાંડે તેમજ બીલવાણી પ્રા.આ.કે ના મેડીકલ ઓફિસર નિકિતા પટેલ ટીબી દર્દીને દત્તક લઈ નિક્ષત્ર મિત્ર બન્યાં
પ્રધાનમંત્રીના ટીબી મુકત ભારત અભિયાન 2025અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઈ છે. ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે નીક્ષય મિત્ર બની દર્દીને દતક લઈ શકે છે જે અન્વયે તા 15/02/2023ના રોજ ઝાલોદ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ ડી. કે પાંડે નિક્ષય મિત્ર બની એક ટીબી દર્દી ને દતક લેવામાં આવ્યા તથા ઝાલોદ તાલુકાના બીલવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ નિકીતા પટેલ દ્વારા નિક્ષય મિત્ર બની એક દર્દી ને દતક લેવામાં આવ્યાં અને તેમને 6 મહીના ચાલે તેટલી ન્યુટ્રિશન કીટ આપવામાં આવી.