દાહોદ જિલ્લામાં તસ્કરોનો તરખાટ : બે મકાનોમાંથી કુલ રૂ.૪.૧૧ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ બનેલા ઘરફોડ ચોરીના બે બનાવોમાં તસ્કરો કુલ રૂ.૪.૧૧ લાખની મત્તાની ચોરીને લઈ ગયાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં ઘરફોડ ચોરીના બનેલા બે બનાવોમાં પ્રથમ બનાવ દેવગઢ બારીઆ નગરના લાલબાગ પીઠામાં ગતમધ્યરાત્રીએ બનવા પામ્યો હતો જેમાં લાલબાગ પીઠામાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતાં મોસીનભાઈ બાજી આદમ પટેલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતુ અને ઘરને મારેલ તાળુ ખોલી ઘરમાં મુકેલ બં તિજારી પૈકી એક તિજારીમાંથી રોકડા રૂ.૫૦૦૦ તથા બીજી તિજારીમાંથી રોકડા રૂ.૨,૩૦,૦૦૦ તથા લોકરમાંથી ૧,૧૦,૦૦૦ ની રોકડ મળી કુલ રૂ.૩,૪૫,૦૦૦ની કુલ રોકમ લઈ ગયા હતા. આ સંબંધે મોસીનભાઈ હાજીઆદમ પટેલે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવ લીમખેડા નગરની ચિત્રકુટ સોસાયટીની બાજુમાં આવેલ ફોરેસ્ટ કોલોનીમાં ગતમધ્યરાત્રીએ બનવા પામ્યો હતો જેમાં આ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ સબુરભાઈ હઠીલાના રૂમને નિશાન બનાવી રૂમને મારેલ તાળુ તોડી અંદરથી રોકડા રૂપીયા તથા દાગીના મળી કુલ રૂ.૬૬,૦૦૦ ની મત્તાની ચોરી કરી તસ્કરો અંધારાનો લાભ લઈ નાસી હતા. આ સંબંધે દિનેશભાઈ સબુરભાઈ હઠીલાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.