રોડની સાઈડમાં ખાડાઓ ખોદી ગેસ પાઈપ લાઈન નાંખવાની કામગીરીના પગલે દાહોદ શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
દાહોદ તા.૧૬
દાહોદ શહેરમાં હાલ સ્માર્ટ સીટી અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે અને હાલ શહેરના યાદગાર ચોકથી ગોવિંદનગર સુધી જવાના માર્ગેની બાજુમાં ખાડાઓ ખોદી ગેસ પાઈપ લાઈન નાંખવાની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે આવા સમયે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સહિતની સમસ્યાએ નિર્માણ લીધુ છે. સવાર થી સાંજ સુધી આ વિસ્તારોમાં ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
દાહોદ શહેરમાં હાલ ગેસ પાઈપ લાઈન નાંખવાની કામગીરીઓ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને આ સાથે શહેરનો મુખ્ય માર્ગ એવો યાદગાર ચોકથી ગોવિંદ નગર સુધી જવાના માર્ગેની સાઈડમાં ખાડાઓ ખોદી પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે સવારથી જ આ માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો, રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનો અટવાઈ જાય છે. કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યોથી લોકોને અટવાવું પડે છે. નિર્ધારીત રૂટ સુધી પહોંચવા માટે ખાસ્સો સમય વેડફાઈ જાય છે. ઘણીવાર તો આ માર્ગ પરથી પસાર થતાં રિક્ષા ચાલકો, ફોર વ્હીલર, ટુ વ્હીલર વાહન ચાલકોમાં વાહન અડી જવાથી તુ તુ, મૈં મૈં ના દ્રશ્યોએ પણ નિર્માણ લીધા છે. આ માર્ગથી શહેરના અનેક રૂટો પર પણ અસર જાવા મળી રહી છે. વાહન ચાલકો લાંબુ અંતર કાપી પોતાના નિર્ધારત સ્થાને પહોંચવાની ફરજ પડી રહી છે. આ માર્ગથી બીજા માર્ગ સુધી વન વે જાહેર કરવા છતાં પણ ફોર વ્હીલર વિગેરે વાહનો ઘુસી જવાથી ભારે અગવડતા ઉભુ થવા પામી છે. ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર નજરે પડી રહ્યા છે પરંતુ ટ્રાફિકની Âસ્થતી જાતા તેઓ પણ ટ્રાફિકને નિયંત્રણ કરવામાં ઘણી વખત અસફળ રહેતા નજરે પડ્યા હતા.