ધોરણ 9 અને 11 ના 108 બાળકો અને ત્રણ શિક્ષકો એગુજરાત વિજ્ઞાન સંમેલન 2023 “નું આયોજન સાયન્સ સીટી માં ભાગ લીધું.

નીલ ડોડીયાર

ગુજરાત વિજ્ઞાન સંમેલન 2023 અંતર્ગત સાયન્સ વર્કશોપ માં ભાગ લીધો.

દાહોદ અનાજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ અને શ્રીમતી એસએમ કુંડાવાલા હાયર સેકન્ડરી સ્કુલ દાહોદ દ્વારા વિજ્ઞાન ભારતીની ગુજરાત પ્રાંતની સંસ્થા વિજ્ઞાન ગુર્જરી દ્વારા “ગુજરાત વિજ્ઞાન સંમેલન 2023 “નું આયોજન સાયન્સ સીટી ખાતે કરવામાં આવ્યું છે તે અંતર્ગત 16/ 2 /2023 ને ગુરૂવારના રોજ સાયન્સ વર્કશોપ નું આયોજન સાયન્સ સીટી ઓડિટોરિયમ- 1 માં કરવામાં આવ્યું હતું જેમાં વિજ્ઞાન ગુર્જરી દાહોદ જિલ્લા સંયોજક કમલેશ લીમ્બાચીયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 9 અને 11 ના 108 બાળકો અને ત્રણ શિક્ષક મિત્રોએ શ્રીમતી હેતલબેન કિશોરી, શ્રીમતી પ્રતીક્ષાબેન પંચાલ ,શ્રી જતીનભાઈ પટેલ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સંમેલનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચિ કેળવાય તે માટેનો છે દાહોદ જિલ્લામાંથી વર્કશોપ માં ભાગ લેવા અમૂલ્ય તક પ્રાપ્ત થતા ઇવેન્ટ કોર્ડીનેટર શ્રી જીગ્નેશ બોરીસાગર તેમજ પંકજભાઈ દરજી નો આભાર વ્યક્ત કર્યો હતો વર્કશોપ બાદ બાળકો દ્વારા સાયન્સ સિટીમાં આવેલ એક્વાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, નેચરપાર્ક તેમજ હોલ ઓફ સાયન્સ ની મુલાકાત લેવામાં આવી હતી શાળાના ઈ આચાર્ય શ્રી આર એસ પટેલ સાહેબ તેમજ નવજીવન વિદ્યા સંકુલના જોઇન ડાયરેક્ટર શ્રી રાજભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને અને શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: