મહુઘા ઘારાસભ્યના અધ્યક્ષસ્થાને ભારતી વિનય મંદીર, ચકલાસી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
મહુઘા ઘારાસભ્યના અધ્યક્ષસ્થાને ભારતી વિનય મંદીર, ચકલાસી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
નડિયાદ: આજરોજ સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવા અને વરસાદી પાણીના સંગ્રહ માટેના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો શુભારંભ થયો છે. જે અંતર્ગત ખેડા જિલ્લામાં ચકલાસીના ભારતી વિનય મંદીર ખાતે મહુધા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્ય સરકાર દ્વારા તા. ૧૭ ફેબ્રુઆરી થી ૩૧ મેં ૨૦૨૩ સુધી રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ લોક સહયોગથી મહત્તમ જળ સંચયના કામો હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતગર્ત આજરોજ નડિયાદના ચકલાસી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩ના શુભારંભના જિલ્લા કક્ષાના કાર્યક્રમ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે ર૦ર૩ના વર્ષમાં તળાવો ઊંડા કરવા, ચેકડેમ, જળાશયોના ડી-શીલ્ટિંગના કામો, રીપેરીંગ કામો તેમજ નવા ચેકડેમ, વન તળાવ, ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પૂનઃજીવિત કરવાના અને નહેરોની, કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સુજલામ સુફલામ યોજના વર્ષ ૨૦૧૮થી અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવી છે.
જ્યારે વરસાદ ઓછો હોય તેવી સ્થિતીમાં તળાવ ભરવાથી આસપાસના વિસ્તારમાં રીચાર્જીંગ દ્વારા પાણીનું તળ ઉંચુ આવી શકે તેમ છે. આ તળાવના ખોદાણની કામગીરી કરવાથી આસપાસના ગામડાઓના લોકોના ખેડૂતોને સિંચાઈ તથા તેના આધારીત અન્ય લાભો મળી રહેશે.
સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૩ના માસ્ટર પ્લાન અંતગર્ત જિલ્લામાં કુલ રૂ. ૫૫૧.૫૭ ના કુલ ૫૭૧ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી જળ સંપતિ વિભાગના રૂ. ૪૮૭.૩૨ લાખના ૨૬૨ કામો, નર્મદા નિગમ વિભાગના રૂ. ૨૨.૬૮ લાખના ૧૫ કામો, પાણી પુરવઠા વિભાગના રૂ. ૬.૬૭ લાખના ૨૭૮ કામો અને વોટર શેડ વિભાગના રૂ. ૩૪.૯૦ લાખના ૧૬ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ ૨૦૨૨માં સુજલામ સુફલામ જળ અભિયાન અંતગર્ત રૂ. ૫૦૭.૭૫ લાખના કુલ ૬૨૨ કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ અભિયાનનો હેતુ રાજ્યમાં જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા, સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ કરવી, પાણીનો બગાડ ઘટાડવો આ અભિયાનના મુખ્ય હેતુ છે. સુજલામ સુફલામ જળ અભિયાન તા.૧૭ ફેબ્રુઆરીથી તા.૩૧મી મે એટલે કે ૧૦૪ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં યોજાશે. ગુજરાતમાં અનિયમિત તથા અસમાન વરસાદને કારણે ભૂર્ગભ જળ-સ્તર નીચે ઉતરતા હોવાથી તેમજ ક્ષારયુક્ત-ફલોરાઈડવાળા પાણીથી ખેતી અને માનવજાતને થતા નુકસાનથી ઉગારવાના ઉપાય રૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ જળ સંચય-જળ સંગ્રહ અભિયાન વર્ષ ર૦૧૮થી ઝૂંબેશ સ્વરૂપે શરૂ થયું છે. રાજ્ય સરકારના જુદા જુદા ૬ વિભાગો એકસાથે મળીને આ અભિયાનના ઉદેશ્ય પૂર્ણ કરવા જળ-સંચયને લગતા વિવિધ કામો લોકભાગીદારીથી કરે છે.
કાર્યક્રમમાં અતિથીઓનું સ્વાગત કરી કાર્યક્રમનો મુખ્ય હેતુ સમજાવતા કાર્યપાલક ઈજનેર શ્રી, આર. એ પરમારે જણાવ્યું હતું કે આગામી ચોમાસાની સિઝનમાં તળાવનું સ્તર ઊંચું કરવા, તળાવને ઊંડું કરી જળ સંચય કરવાની કામગીરી આ અભિયાન હેઠળ કરવામાં આવશે જેના દ્વારા ખેત ઉત્પાદનમાં વધારો તથા પર્યાવરણના સંવર્ધન જેવા ફાયદા થશે. આ ઉપરાંત સુજલામ સુફલામ યોજનાને લગતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં નોડલ અધિકારી એન. ટી. ચાવડાએ આભાર વિધિ વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી (ઈ.ચા.) પી. આર. રાણા, અધિક નિવાસી કલેક્ટર બી. એસ. પટેલ, પ્રાંત અધિકારી જે. એમ. ભોરણિયા, નડિયાદ ગ્રામ્ય મામતલદાર જેમીનીબેન ગઢિયા તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.