સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ અને સરકારી પોલિટેક્નિક, દાહોદ દ્વારા રાષ્ટ્રીય વેબીનારનું આયોજન
સિંધુ ઉદય
સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ અને સરકારી પોલિટેક્નિક, દાહોદ તથા એસોશિએશન ફોર મ્યુચુઅલ ફંડ્સ ઈન ઇન્ડિયા દ્વારા “ફાઇનાન્સીયલ એમ્પોવર્ન્મેન્ટ એન્ડ કૅરિયર ઓપોર્ટ્યૂનિટિસ ઈન સિક્યુરિટિસ માર્કેટ” વિષય ઉપર રાષ્ટ્રીય વેબીનાર ગત રોજ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હાલમાં સિક્યુરિટિસ માર્કેટમાં જરૂરી વિવિધ જોબ કૌશલ્યો અને ફાઇનાન્સીયલ રોકાણો વિષે ચર્ચા કરમાવામાં આવી હતી. જેમાં તજજ્ઞ તરીકે શ્રી સૂર્યકાંત શર્મા, એક્સ. ડીજીએમ, સેબી દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું. કાર્યક્રમ માં ભારત ના જુદા જુદા ભાગો માંથી વિવિધ વિદ્યાશાખાઓ ના આશરે ૨૧૦ જેટલા વિદ્યાર્થીઓ અને અધ્યાપક શ્રીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોઓર્ડીનેટરશ્રીઓ ડો. ડી. બી. જાની, સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ તથા પ્રો. એ. કે. ડામોર, સરકારી પોલિટેક્નિક, દાહોદ દ્વારા કરવામાં આવ્યું હતું.