પ્રોહી બુટલેગરને પાસા ધારા હેઠળ અટકાયત કરી જિલ્લા જેલ ભુજ (પલારા) ખાતે મોકલી આપ્યા.
નીલ ડોડીયાર
દાહોદ એલ.સી.બી. પોલીસે પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ એક પ્રોહી બુટલેગરને પાસા ધારા હેઠળ અટકાયત કરી જિલ્લા જેલ ભુજ (પલારા) ખાતે મોકલી આપ્યાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ ગેરકાયદેસર પ્રવૃતિઓને રોકવા માટે જિલ્લાની પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે પ્રોહી બુટલેગર નિતીનભાઈ રાયલાભાઈ પરમાર (રહે. ધામણબારી, તા. સીંગવડ, જિ.દાહોદ) ને ઝડપી પાડી તેની વિરૂધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી કલેક્ટરને મોકલી આપ્યાં હતાં. આ પ્રપોઝલ કલેક્ટરે ગ્રાહ્ય રાખી ઉપરોક્ત બુટલેગરને પાસા ધારા બેઠળ જિલ્લા જેલ ભુજ (પલારા) ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.