ઝાલોદ નગરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો મહાશિવરાત્રીનો ઉત્સવ.
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ નગરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો મહાશિવરાત્રીનો ઉત્સવ
વહેલી સવારથી જ નગરના દરેક શિવાયલોમાં દર્શન પૂજા કરવા ભક્તોની લાગતી લાંબી ભીડ.
ઝાલોદ નગરના દરેક શિવાલયોને આજે ભાવિક ભક્તો દ્વારા ફૂલો, લાઇટ થી સજાવી દેવામાં આવેલ હતું. આજે મહાશિવરાત્રીનો વિશેષ તહેવાર હોવાથી નગરના દરેક શિવાલયો હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠયા હતા. વહેલી સવારથી શિવરાત્રી નિમિતે દર્શન પૂજા કરવા માટે ભાવિક ભક્તોની લાંબી લાઈન લાગી હતા. દરેક ભક્તો પૂજા અર્ચના કરી મંદિરના શિવાલયો દ્વારા અપાતી પ્રસાદી લઇ ભક્તિમાં તરબોળ જોવા મળતા હતા. આજ રોજ નગરના વિવિધ શિવાલયોમા હવન, પૂજા, લઘુ રુદ્ર જેવી વિવિધ પૂજા મંદીરના પૂજારી દ્વારા કરાવવામાં આવી રહી હતી. દરેક શિવાલયો દ્વારા આજ રોજ ભજન કિર્તન જેવા વિવિધ પ્રોગ્રામો મંદિરોમાં રાખવામાં આવેલ હતા. ઝાલોદ નગરના મુખ્ય શિવાલયો સોમનાથ મહાદેવ, રામેશ્વર મહાદેવ, ગીતા મંદિર, રામદ્વારા, વણકતળાઈ હનુમાનજી મંદિર, કલા મંદીર, મુવાડા રામજી મંદીર ,માંડલેશ્વર મહાદેવ ,ઝલાઇ માતા મંદિર જેવા બીજા ઘણા શિવાલયોમાં મંદિર દ્વારા પૂજા અર્ચના તેમજ બીજા ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. ઝાલોદ નગરનું સહુથી જૂનું અને પ્રાચીન તેમજ નગરના લોકો માટે વિશેષ આસ્થાનું પ્રતિક એવું સોમનાથ મહાદેવ મંદિર દ્વારા મંદિરે થી શિવજીની સવારી કાઢવામાં આવી હતી. આ ભોલેની સવારી નગરના માર્ગોમાં ફરી હતી તેમજ નગરના મોટા પ્રમાણમાં લોકો શિવજી ની સવારી મા જોડાયા હતા. તેમજ છેલ્લે સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતી કરવામાં આવી હતી. નગરના લોકો માટે આજનો આખો દિવસ ભક્તિમય રહ્યો હતો.



