ઝાલોદ તાલુકાના ગરાડુ મુકામે રમાયેલ ટેનિસ ટુર્નામેન્ટમાં સમ્રાટ વિજયની ટીમ વિજેતા બની
રિપોટર – પંકજ પંડિત – ઝાલોદ
ઝાલોદ તાલુકાના ગરાડુ મુકામે રમાયેલ ટેનિસ ટુર્નામેન્ટમાં સમ્રાટ વિજયની ટીમ વિજેતા બની
રનર્સ અપ ટીમ ચિરાગ ઈલેવન રહી તેમજ બેસ્ટ પ્લેયર, બેસ્ટ બોલર ચિરાગ કલાલ રહ્યો
ઝાલોદ તાલુકાના ગરાડુ મુકામે હેલિપેડ ગ્રાઉંડ ખાતે આંતર રાજ્ય તેમજ સ્થાનિક ટીમ થઇ ટોટલ 32 ટીમો એ ભાગ લીધો હતો. ગરાડુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરેકે ટીમોનુ સુંદર પ્રદર્શન રહ્યું હતું. ગરાડુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છેલ્લે ફાઈનલ મેચ સમ્રાટ વિજય અને ચિરાગ ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. બંને ટીમ ચઢિયાતી હતી ભારી ઉતાર ચઢાવ તેમજ રસાકસી વચ્ચે સમ્રાટ વિજયની ટીમ વિજેતા બની હતી તેમાં ગરાડુ ટુર્નામેન્ટના આયોજક દ્વારા તેમને 15000 નું રોકડ ઇનામ અને વિજેતા શીલ્ડ આપવામાં આવ્યું હતું તેમજ રનર્સ અપ ટીમ ચિરાગ ઈલેવનને 7500 નું રોકડ ઇનામ અને શીલ્ડ આપવામાં આવ્યું હતું. રનર્સ અપ રહેલ ચિરાગ ઈલેવનની ટીમ હાલ રમાઈ રહેલ દરેક ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ચેમ્પિયન પ્રદર્શન કરી રહી છે. ચિરાગ ઈલેવનના કેપ્ટન ચિરાગ કલાલ દ્વારા ગરાડુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખૂબ સુંદર ઓલ રાઉંડર પ્રદર્શન કરેલ હતું. ચિરાગ કલાલ ટુર્નામેન્ટની ફાઇનલમાં મેચમા પણ છવાઇ ગયો હતો. ગરાડુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આખી સિરીજમાં ચિરાગ કલાલ બેસ્ટ બોલર, બેસ્ટ પ્લેયર ચિરાગ કલાલ રહ્યો હતો. ચિરાગ કલાલ હાલ દરેક રમાતી ટુર્નામેન્ટમાં ખૂબ સુંદર પ્રદર્શન કરી ક્રિકેટ રસિકોના દિલ જીતી રહ્યો છે. ચિરાગ કલાલને નગરના લોકો ગુજરાતમાં રમાતી રણજી ટીમના આશાસ્પદ ખેલાડી તરીકે જોઇ રહ્યા છે. ગરાડુ હેલીપેડ ગ્રાઉંડ ખાતે ઈનામો ગરાડુ સરપંચ, સંજયભાઈ, પપ્પુભાઈ દ્વારા આપવામાં આવ્યા હતા.