અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લા આયોજિત જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું
રિપોટર -રમેશ પટેલ – લીમખેડા
અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લા આયોજિત જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું…
આજરોજ તા.19/02/2023 ને રવિવાર નાં રોજ લીમખેડા મુકામે અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લા આયોજિત ચતુર્થ અને આ સીઝનનું પ્રથમ સમસ્ત કોળી સમાજ માટે જીવનસાથી પસંદગી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લા આયોજિત આ ચતુર્થ જીવનસાથી પસંદગી મેળામાં ઓનલાઈન 62 જેટલા યુવક- યુવતીનાં ડેટા ની માહિતી નોંધાઇ હતી, અને તે પૈકી 15 જેટલા યુવક-યુવતી પોતાના પરિવારના સભ્યો સાથે આ જીવનસાથી પસંદગી મેળામાં હાજર રહ્યા હતા.હાજર રહેલ સૌનો પરિચય પણ લેવામાં આવ્યો હતો. આયોજક કમિટીનાં સભ્યો દ્વારા હાજર રહેલ યુવક યુવતીઓને પસંદગી મેળા સંદર્ભે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.હાજર રહેલ યુવક યુવતી પૈકી બે જણનાં લગ્ન પસંદ પણ થઈ ગયા હતા. આજના જીવન સાથી પસંદગી મેળામાં અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લાના હોદ્દેદારો,યુવા કોળી સંગઠન રચિત માનવતાની મહેક ફાઉન્ડેશનનાં હોદ્દેદારો,દાહોદ જિલ્લા કોળી કર્મચારી મંડળ નાં હોદ્દેદારો, જીવનસાથી પસંદગી મેળા કમિટીના સભ્યો,કોળી સમાજના આગેવાનો, સાથે ઘણા બધા વડીલ ભાઈઓ આ સંમેલન ને સફળ બનાવવા હાજર રહ્યા હતા.




