મહેમદાવાદ રોડ પર સીએનજી રિક્ષા ડિવાઇડર સાથે અથડાતાં એકનું મોત
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
મહેમદાવાદ પાસેના દેવકીવણસોલ ગામે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો છે. સામેથી આવતા કોઈ વાહનના લાઈટથી અંજાઈ જતા ચાલકે રીક્ષાને ડીવાઈડર સાથે અથડાઇ હતી. જેથી રીક્ષા પલ્ટી ખાઈ જતાં એકનું મૃત્યુ થયું છે. આ બનાવ મામલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના ઓઢવ માં રહેતા અનિકેત દિનેશભાઈ પરમાર પોતે રિક્ષા ચલાવતા સાથે અન્ય કામ પણ કરતા હતા. ગઈકાલ ડાકોરમાં શ્રીજી પાર્ક સોસાયટીમાં લગ્ન હતાં અને તેમાં અનિકેત વેઈટર તરીકે તેમના ભાઈ પ્રણવ અશોકભાઈ પરમાર સાથે આવ્યાં હતાં. અનિકેતભાઈ તથા તેમના ઘરે રહેતા રણછોડ ઉર્ફે કૈલાસ હરિસિંગ જયપાલ તેમજ બિસ્તાબાનુ મહંમદ શાહરુખ વ્હોરા રહે .જુહાપુરા અમદાવાદ, સાનીયાબાનુ અખ્તરહુસેન શેખ રહે જુહાપુરા અમદાવાદ અને સાહસ્તાબાનું મુસતક અહંમદ સૈયદ રહે શાહઆલમ અમદાવાદ સાથે અહીયા સીએનજી રીક્ષા લઇને આવ્યાં હતાં. જે રણછોડ ઉર્ફ કૈલાસ હરીસિંગ જયપાલ રીક્ષા ચલાવતા હતા. અને રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ મહેમદાવાદના દેવકીવણસોલ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે મહેમદાવાદ તરફથી ફુલ લાઈટમાં વાહન આવતા રણછોડભાઇ અંજાઈ ગયા હતા અને રોડ વચ્ચે આવેલ ડીવાઇડર સાથે રીક્ષા અથરાઇને પલટી ખાઇ હતી. આ અકસ્માતમાં સાહિસ્તાબાનુનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે અનિકેત દિનેશભાઈ પરમારના ફરીયાદના આધારે મહેમદાવાદ પોલીસે તપાસ હાથ ધરી છે.