પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થી સંમેલન યોજાયું
રિપોટર – શબ્બીરભાઈ સુનેલવાલા
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થી સંમેલન યોજાયું ફતેપુરા તાલુકા અને સંજેલી તાલુકા નું લાભાર્થી સંમેલન ફતેપુરા મુકામે યોજાઇ
ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ની અધ્યક્ષતા માં ફતેપુરા આઈ.ટી.આઈ ખાતે યોજાયો
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા આઇટીઆઇ ના પટ્ટાગનમાં ફતેપુરાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના વિધાનસભાના પૂર્વ દંડક શ્રી રમેશભાઈ કટારા ને અધ્યક્ષ સમય યોજવામાં આવેલું હતું. જેમાં દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલીયાર ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા ચુનીલાલ ચરપોટ દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વક કારોબારી અધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ પારગી ફતેપુરા તાલુકા પંચાયતના અને સંજેલી તાલુકો પંચાયતના પ્રમુખશ્રીઓ દાહોદ નિયામકશ્રી પટેલ સાહેબ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી વસાવા સંજેલી તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા તાલુકા સંજેલી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચ શ્રીઓ કાર્યકર્તાઓ શ્રીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના ગીત અને મહાનુભાવના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલ હતો મહાનુભવોનું પુષ્પગુચ્છ આપી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન તાલુકા વિસ્તાર અધિકારી બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થીઓને મંજૂરી પત્ર અને એક વિતરણ કરવામાં આવ્યો હતો જ્યારે સમય મર્યાદામાં પ્રધાનમંત્રી આવાસ યોજના પૂર્ણ કરનાર 4 લાભાર્થીઓને અતિરિક સહાય ના રૂપિયા 20,000 ના ચેકો મહાનુભવન હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા વર્ષ 2022 2023 માં આવાસ પ્લસમાં મંજૂરીના 1236 લાભાર્થીઓને સહાયની રકમ 15 16 80 000 મંજૂરીના હુકમો આપવામાં આવ્યા હતા