ઝાલોદ નગરના અગ્રવાલ સમાજના યુવાઓ ગુજરાત અગ્રવાલ મહાસભાની યુવા વિંગમાં હોદ્દેદાર બનતા સમાજનું ગૌરવ વધાર્યું.
પંકજ પંડિત ઝાલોદ
યુવા વર્ગ દ્વારા સમાજમાં નોંધપાત્ર કામગીરીને લઈ ગુજરાતની કારોબારીમાં સ્થાન પામ્યા
ઝાલોદ નગરમાં અગ્રવાલ સમાજ દ્વારા સમાજમાં વાર ,તહેવારો દરમ્યાન થતાં સામાજિક પ્રોગ્રામમાં યુવા વર્ગની ટીમ દરેક કામગીરી ખુબ જ સરસ રીતે કરતા હોય છે તેમની કામગીરીને નજરમાં રાખીને ગુજરાત અગ્રવાલ સમાજ દ્વારા તેમનો ઉત્સાહ વધારવા માટે અગ્રવાલ ગુજરાત મહાસભા દ્વારા તેમને રાજ્યની યુવા વિંગમાં સ્થાન આપ્યું છે. તેમાં સાહિલ અગ્રવાલને યુવા વિંગના પ્રમુખ, ડૉ ચિંતન અગ્રવાલને સેક્રેટરી તેમજ મોહિત અગ્રવાલને કોષાધ્યક્ષ બનાવવામાં આવતા તેમણે ઝાલોદ અગ્રવાલ સમાજનું ગૌરવ વધાર્યું છે.