દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ આયોજિત વિશ્વકર્મા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ગરબાડા ઝોનનો ભવ્ય વિજય.

પંકજ પંડિત ઝાલોદ

દાહોદ જિલ્લા પંચાલ સમાજના યુવાઓ માટે દ્વિતીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન તારીખ 16.02.2023 થી 19.02.2023 દરમ્યાન સિટી ગ્રાઉન્ડ દાહોદ ખાતે યોજાઇ ગયું. જેમાં દાહોદ જિલ્લાના આઠ ઝોન માંથી પંચાલ સમાજના રમતવીરોએ ભાગ લીધો હતો. સેમી ફાઇનલના અંતે દાહોદ અને ગરબાડા વચ્ચે ફાઇનલ મેચ ખૂબજ રોમાંચક રીતે યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકગણો મેચ નિહાળવા સિટી ગ્રાઉન્ડ દાહોદ ખાતે હાજર રહ્યા હતા ,તેમજ ઓનલાઇન સ્કોર બોર્ડ પર 7745 લોકોએ મેચ નિહાળી અને ખુશી મેળવી અભિનંદન પાઠવ્યા હતા. ગરબાડાના 113 ના સ્કોર સામે દાહોદ 99 રન મેળવતા ગરબાડા ઝોનની શાનદાર જીત થઈ હતી. વિશ્વકર્મા ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ પૈકી બેસ્ટ બેટ્સમેન તરીકે હર્ષિલ પંચાલ સંજેલી ઝોન ,બેસ્ટ બોલર અનુજ પંચાલ દાહોદ શહેર ઝોન, મેન ઓફ ધ સિરીઝ હર્ષિલ પંચાલ સંજેલી ઝોન ,બેસ્ટ ફિલ્ડિંગ બ્રિજેશ પંચાલ દાહોદ શહેર ઝોનના રમતવીરો હતા. દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ અને દાતાઓ દ્વારા ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ પ્રસંગે સમાજના દાતાઓ મનોજકુમાર પંચાલ લીમડી ,અનિલકુમાર રસિકલાલ પંચાલ ઝાલોદ , દિપકકુમાર ધીરજલાલ પંચાલ ગાંગરડી ,ગજેન્દ્રભાઈ કચરાજી પંચાલ ગાંગરડી ,બાબુલાલ શિવલાલ પંચાલ દાહોદ , વિજયભાઈ એસ પંચાલ ઝાલોદ ,હિતેશકુમાર વાડીલાલ પંચાલ કદવાલ ,સંદીપભાઈ પંચાલ ઝાલોદ ,જયેશભાઇ બાબુલાલ પંચાલ લીમડી તેમજ મેચ દરમ્યાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા તથા અન્ય સામાજિક આગેવાનો દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.પંચાલ સમાજના જ્ઞાતિ બંધુઓ તથા ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં હાજર રહી જીવંત મેચ નિહાળી હતી.દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા મંચસ્થ મહાનુભવો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ દરમ્યાન શ્રેષ્ઠ સેવા આપવા બદલ તેમજ સફળ આયોજન કરવા બદલ ધર્મેશ પંચાલ ,રમત ગમત સમિતિ હિમેન પંચાલ ,પ્રચાર પ્રસાર સમિતિ કૌશિક પંચાલ યુવા સમિતિ દિનેશભાઈ પંચાલ , દેવેન્દ્ર પંચાલ ,યુવા સંગઠન દાહોદ જિલ્લો રીનાબેન પંચાલ , નીલેશ્વરીબેન પંચાલ , મહિલા સંગઠન દાહોદ જિલ્લો નરેશભાઈ જે પંચાલ રજીસ્ટ્રેશન વિભાગ વગેરે દ્વારા નિષ્ઠાપૂર્વક સેવા આપવા બદલ મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખશ્રી રાજેશકુમાર નાથાલાલ પંચાલ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.મંડળના મહામંત્રી સુરેશભાઈ પંચાલ દ્વારા સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન તન..મન..અને ધનથી સહયોગી બનનાર તમામ નામી અનામી પ્રત્યક્ષ પરોક્ષ સહકાર આપનાર સૌને યાદ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સમગ્ર ટુર્નામેન્ટના સ્ટેજ કાર્યક્રમનું સફળ સંચાલન ધર્મેશ પંચાલ અને હિમેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.સંકલન સુરેશભાઈ પંચાલ ,મહામંત્રી દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દાહોદ જિલ્લાના દરેક હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: