ઝાલોદ માંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર યોજાયેલ ત્રણ દિવસના પ્રોગ્રામની પૂર્ણાહુતિ થઈ

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ

ત્રણ દિવસના પ્રોગ્રામમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિની સ્થાપના, ભૈરવજી ની મૂર્તિની સ્થાપના, હોમાત્મક હવન, સંગીતમય સુંદરકાંડ તેમજ મેળાનું આયોજન કરાયું

   ઝાલોદ નગરમાં આવેલ માંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના શુભ અવસરનાં દિવસે થી ત્રણ દિવસના ધાર્મિક કાર્યક્રમો તેમજ લોક મેળો , નવીન મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ હવન અને સંગીતમય સુંદરકાંડ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં ત્રણ દિવસ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતું. આસરે ત્રણ દિવસમાં 50,000 લોકો આ મહોત્સવમાં આવેલ હતા. 
માછણનદી અને ટીટોડી નદીના સંગમની વચ્ચે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે માંડલેશ્વર ધામ આવેલું છે. ખૂબ ટૂંકા ગાળામાં માંડલેશ્વર મહાદેવ મંદિર લોકો માટે ધાર્મિક આસ્થાનું સ્થાન બની ગયેલ છે. તેમજ માંડલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નદીમાં બોટની વ્યવસ્થા કરવામાં આવેલી છે તેથી હરવા ફરવા માટે લોકોનો ઘસારો અહીંયાં વધવા લાગ્યો છે. માંડલેશ્વર ટ્રસ્ટ સમિતિ દ્વારા ભગવાન મહાદેવનું સ્થાપન કરતા પહેલા તેમના દ્વારપાલ તરીકે ગણાતા દેવ એવા હનુમાનજી તેમજ ભૈરવજીની નવીન મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા અહીંયાં કરવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં માંડલેશ્વર કમિટિ દ્વારા ભગવાન શિવનું સ્થાપન મોટા પાયે કરવામાં આવનાર છે. શિવરાત્રીના શુભ પ્રસંગ થી ત્રણ દિવસ વિદ્વાન મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક હોમ હવન  તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ છેલ્લે દિવસે 20-03-2023 નાં રોજ પૂર્ણાહુતિના અવસરે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદરકાંડ પાઠ પ્રતાપગઢ ( રાજસ્થાન )થી આવેલ મનોજ ખીંચીંની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે ખૂબ મોટા પ્રમાણમાં માનવ મહેરામણ આવેલ હતું. તેમજ આવેલ સહુ લોકો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રણ દિવસના સુંદર પ્રોગ્રામમાં આસરે 50,000 થી વધુ લોકો અહીંયા આવી દર્શનનો લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: