જીવન જ્યોત વિદ્યાલય માં માતૃભાષા દિવસની ઉજવણી કરી.
પંકજ પંડિત ઝાલોદ
માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમ વિશ્વ માતૃભાષા દિવસનું જીવંત પ્રસારણ જીવન જ્યોત વિદ્યાલય લીમડીના પટાંગણમાં રાખવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્યશ્રી, મેનેજમેન્ટ વિભાગ, શિક્ષક મિત્રો, તથા વિદ્યાર્થી બાળ ભૂલકાઓએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. જેમાં શાળાના આચાર્ય શ્રી કુલદીપ પી મોરી સાહેબે માતૃભાષા નું મહત્વ સમજાવતા કહ્યું કે જે વિદ્યાર્થીની માતૃભાષા સમૃદ્ધ છે, તે બીજા વિષયોમાં પણ ની પૂર્ણ થાય છે અનેક સંદર્ભો આપી માતૃભાષા આપણા વ્યક્તિત્વને કઈ રીતે પોશાક બને છે તેવી વાત કરી તેમ જ અંગ્રેજી માધ્યમ તરફ વધુ પડતો જોગ બાળકોને બોનફાઈ બનાવી દે છે જર્મની જેવા દેશોએ અનેક શોધગોળ અને વૈજ્ઞાનિક કે ઇજનરી સિદ્ધિઓ માતૃભાષા દ્વારા જ પ્રાપ્ત કરી છે. તેમજ માતૃભાષા નું ગૌરવ જાળવવું હોય તો આપણે માતૃભાષામાં વાંચન લેખન વધારવું જોઈએ આપણે લોક કથાઓ લોકગીતોનો ખૂબ સમૃદ્ધ વારસો છે. ભાષા એ અન્ય વિષયોને શીખવાનું માધ્યમ છે ત્યારે આપણી આપણી માતૃભાષોને અવગણીએ તે યોગ્ય નથી. તદ ઉપરાંત શાળાના માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષક રક્ષાબેને માતૃભાષા વિશે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તે પછી શાળાના ઉચ્ચતર પ્રાથમિક વિભાગના યશોદાબેન તથા સરલાબેને માતૃભાષા વિશે સંપૂર્ણ ઝીણવટ ભરી માહિતી આપી માહિતગાર કર્યા હતા અને આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી બે ભાષા આવડવી જ જોઈએ તેનું સૂચન કર્યું હતું . આ માતૃભાષાના ઉજવણી અનુરૂપ અંગ્રેજી માધ્યમના આચાર્ય એ ગુજરાતી ભાષાનું મહત્વ કેટલું જરૂરી છે તે અંગે સારી રીતે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને વાકેફ કરી કાર્યક્રમની આભાર વિધિ યશોદાબેને કરી માતૃભાષા દિન ઉજવણીની પુનરાવતી કરી હતી.