દાહોદ નગરપાલિકા સભાખંડ ખાતે આજરોજ સામાન્ય સભા
સિંધુ ઉદય
દાહોદ નગરપાલિકા સભાખંડ ખાતે આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં 22 જેટલા કામો ને સર્વનું મતે બહાની આપવામાં આવી હતી ત્યારે બીજી તરફ વિરૂદ્ધ પક્ષના બે નેતાઓ દ્વારા પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા ત્યારે આ મામલે દાહોદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા વિરોધ પક્ષના બંને નેતાઓને ચૂપ રહેવા તાકીદ કરતા એક ક્ષણે સામાન્ય સભાખંડમાં સ્તબતા જોવા મળી હતી.દાહોદ નગરપાલિકા સભાખંડમાં બપોરે 12:00 કલાકે બાલિકા સભાખંડમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ રીના પંચાલ ની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં જુદા જુદા કુલ 22 કામોને આપવામાં આવી હતી જેમાં ડી.એસ.સી.ડી. એલ. દ્વારા કરવામાં આવેલ સીટી બસ શરૂ કરવા માટે નક્કી કરવા ઠરાવ કરવામાં આવ્યો મુખ્યત્વે વિકાસના કામો માટે ની જુદી જુદી વહાલીઓ આપવામાં આવી હતી આ કામોની બહાલી આપી તમામ કામો નગરપાલિકા દ્વારા મંજૂર કરી લેવામાં આવ્યા હતા પરંતુ દાહોદ નગરપાલિકા દ્વારા આ ઠરાવવામાં નગરપાલિકાની દુકાનના ભાડામાં તોતિંગ વધારો કરવા માટે રજૂઆત મુકાતા આ મામલે સ્થાનિક કાઉન્સિલર અને વેપારી તુલસી જેઠવાણી દ્વારા દાહોદ શહેરના વેપારીઓ મધ્યમ અને નાના વર્ગના હોય ભાડા વધારવાનું પાછું ખેંચવામાં આવે તેના માટે સામાન્ય સભામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમજ આ બાબતે દાહોદ વેપારી એસોસિએશન દ્વારા પણ એક આવેદનપત્ર દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને આપવામાં આવ્યું હતું અને વેપારી એસોસિએશન દ્વારા તેમાં વિનંતી કરવામાં આવી હતી કે ભાડામાં આંશિક વધારો કરે તો તેઓને કોઈ વિરોધ નથી પરંતુ અચાનક ભાડામાં 500 થી 700% વધારો કરવામાં આવે તો વેપારીઓને મુશ્કેલી પડે તેમ છે તેથી આ મામલે વેપારીઓની રજૂઆતને ધ્યાને લઈ ભાડા બાબતે ઘટતું કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી આ સામાન્ય સભામાં સ્થાનિક નગર સેવકો દ્વારા તેમના વિસ્તારના મુદ્દાની રજૂઆતો કરવામાં આવી હતી જેની નોંધ લઇ તેના પર યોગ્ય કે આ કાર્યવાહી કરવા માટે પાલીકા પ્રમુખે હૈયાધારણ આપ્યું હતું અને ત્યાર બાદ આ સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી હતી.




