ખુલ્લા મેદાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી વિદેશી દારૂ તથા બે વાહનો મળી રૂપિયા ૩,૩૨,૨૫૫નો મુદ્દામાલ કબજે કરતી દેવગઢ બારીઆ પોલિસ.

પથિક સુતરીયા

દેવગઢ બારીઆ પોલિસે પોતાને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ નગરના રાધે ગોવિંદ મંદીરની પાછળ આવેલ સ્વસ્તીક સોસાયટી આગળ ખુલ્લા મેદાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડતાં દારૂના કટીગ માટે ભેગા થયેલ ત્રણ જણા પોતાના બે વાહનો સ્થળ પર મૂકી નાસી જતાં પોલિસે સ્થળ પરથી રૂા. ૩૨,૨૫૫નો વિદેશી દારૂ તથા રૂપિયા ત્રણ લાખની કિંમતના બે વાહનો મળી રૂપિયા ૩,૩૨,૨૫૫નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારીઆ, પાણીની ટાંકી પાસે રહેતા શિવરાજભાઈ સનાભાઈ ઠાકોર, મિનેશભાઈ સનાભાઈ ઠાકોર તથા દે.બારીયાના આકાશ ઉર્ફે કાળીયો પરમાર દે.બારીયાના રાધે ગોવિંદ મંદીરની પાછળ આવેલ સ્વસ્તીક સોસાયટી આગળના ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂના કટીંગ માટે ભેગા થયા હોવાની દે.બારીયા પોલિસને બાતમી મળતાં જે બાતમીના આધારે દે.બારીયા પોલિસે ગઈકાલે મોડી રાતના દોઢ વાગ્યાના સુમારે દે.બારીયા પી.એસ.આઈ બી.એમ.પટેલ તથા તેમના સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ ઓચિંતી રેડ પાડતાં ત્યાં એકત્રીત તમામ ભાગી ગયા હતા. પોલિસે સ્થળ પરથી રૂા. ૩૨,૨૫૫ની કુલ કિંમતના ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટી નંગ-૪ તથા છુટ્ટી બોટલ નંગ-૧૧ મળી કુલ બોટલ નંગ-૧૭૯ તથા રૂપિયા ૨,૫૦,૦૦૦ની કિંમતની જીજે-૦૧ ડી.ટી. ૪૮૯૩ નંબની સ્વીફટ ગાડી તથા ૫૦ હજારની કિંમતની હોન્ડા કંપનીની નંબર વગરની ગાડી મળી રૂા. ૩,૩૨,૨૫૫નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ દે.બારીયાના ઉપરોક્ત ત્રણે જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!