વાગધારા સંસ્થા દ્વારા ઝલાઇ માતા મંદિરે એક દિવસનો પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
પંકજ પંડિત ઝાલોદ


આજરોજ તારીખ 21 .2 .2023 ના રોજ ઝલાઈ માતા મંદિર ઝાલોદ પર વાગધારા સંસ્થા – બાસવાડા દ્વારા જન પ્રતિનિધિ અને સ્થાનીય નેતૃત્વકરતા નો એક દિવસનો પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ,આ કાર્યક્રમમાં ૧૨ સરપંચ , ઉપસરપંચ ૨૪ વાડ સભ્ય તથા ૩ તાલુકા સભ્ય અને જનજાતિય સ્વરાજ સંગઠન ઝાલોદના ૧૬ સભ્યો તથા સ્થાનિય સ્વરાજ સ્વયં સેવક સહિત ૨૦ મળીને લગભગ ૭૭ વ્યક્તિઓ એ ભાગ લીધો, સૌ પ્રથમ ગ્રામ પંચાયત બાજરવાડાના સરપંચ જગુભાઈ સંગાડા દ્વારા દીપ પ્રજાવલિત કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો ,તેના પછી વાગધારા સંસ્થા દ્વારા લગાવવામાં આવેલી બીજ પ્રદર્શનની નો બધા સભ્યોએ નિહાળી આનંદ અનુભવ્યો, વાગધાર સંસ્થા થી પધારેલ માજીદખાન દ્વારા બતાવવામાં આવ્યું કે બધી પોતપોતાની ગ્રામ પંચાયતોમાં સક્ષમ સમૂહ, સ્વરાજ સંગઠન અને ગ્રામ પંચાયત મળીને પોતપોતાના ક્ષેત્રમાં દેશી બીજોને સંરક્ષણ કરીને, ગ્રામ પંચાયત દ્વારા પોતાની વાર્ષિક કાર્ય યોજનામાં સામેલ કરીને વધારે માં વધારે ખેડૂતો ને મદદ કરે, સંસ્થાના ક્ષત્રિય કાર્યક્રમ અધિકારી ગીરીશભાઈ પટેલે સંક્ષિપ્તમાં બધાનો પરિચય કરી અને દિવસબર આયોજિત કાર્યયોજના ની જાણકારી આપી તે પછી એકમ લીડર પ્રશાંતભાઈ થોરાટ દ્વારા વાગધારા સંસ્થા દ્વારા સંચાલિત રાજસ્થાન ,મધ્યપ્રદેશ ,ગુજરાત માં 26 જનજાતિય સ્વરાજ સંગઠનના મારફતે સાચી ખેતી, સાચું બાળપણ અને સાચું સ્વરાજ માટે પ્રયાસ છે, સંસ્થાના ક્ષૈત્રિય કાર્યક્રમ અધિકારી શ્રી, બાબુલાલ ચૌધરી એ બતાવ્યું કે જન પ્રતિનિધિ અને સંગઠન મળીને ગ્રામ વિકાસમાં અહમ ભૂમિકા પ્રદાન કરી શકે છે ,સંસ્થા દ્વારા સંચાલિત કાર્યક્રમોમાં ભાગ લઈને ક્ષેત્રમાં વંચિત પાત્ર પરિવારોને સરકાર સાથે કેવી રીતે જોડવા એ બાબતે વિસ્તાર પૂર્વક જણાવ્યું અને જન પ્રતિનિધિઓ એ પોતપોતાની પંચાયતોમાં વ્યક્તિગત તથા સામુહિક કામોમાં ગ્રામસભાના માધ્યમથી પ્રસ્તાવ અનુમોદિત કરી વિકાસની અહમ ભૂમિકા નિભાવશે ,પ્રશિક્ષણના અંત માં ધાવડીયાના સરપંચ શ્રી સુરેશભાઈ એ જણાવ્યું કે આ પ્રશિક્ષણમાં તમામ જન પ્રતિનિધિ સમુદાય ,જન સંગઠનના સદસ્યો ઉપસ્થિત રહી તો આજે અમે બધા મળીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે બધા પ્રતિનિધિ સંગઠનોના સહયોગથી ગ્રામ પંચાયતોમાં ગ્રામ પંચાયતની વિકાસ યોજના માં સમુદાયના સહયોગથી વાડ સભા મહિલા સભા અને બાળ સભા યોજના વિકાસ યોજના બનાવીશું ,જેનાથી અમારી પંચાયતો માં કોઈપણ વ્યક્તિ પરિવાર સમુદાય કોઈ પણ પ્રકારની યોજનાથી વંચિત નહીં રહે ,અને સરકાર દ્વારા બધી યોજના ઓનો લાભ પાત્ર વંચિત વ્યક્તિઓને મળી શકે , આ પ્રશિક્ષણમાં ઉપસ્થિત ગ્રામ પંચાયત મહુડી ના સુરમલભાઈ તથા ગ્રામ પંચાયત મુનખોસલા ના સરપંચ શ્રી નરેશભાઈ તથા ગ્રામ પંચાયત કાલજીની સરસવાણી અલકેશભાઈ, ગ્રામ પંચાયત ધાવડીયાના સરપંચ શ્રી સુરેશભાઈ, થેરકાથી તાલુકા સભ્ય વિનોદભાઈ સંગાડા, જનજાતિય સ્વરાજ સંગઠન અધ્યક્ષ રાજુભાઈ સંગાડા, ઉપાધ્યક્ષ મંજુલાબેન ભાભોર તથા સચિવ શંકરભાઈ, ડામોર મોહનભાઈ તથા વાગધારાના સહજ કરતા કૈલાસબેન ગરાસીયા ,પારર્સિંગભાઈ રાવત ,જયંતીભાઈ ગરાસીયા ,સવાભાઈ ડામોર અને કાળુભાઈ સંગાડા ઉપસ્થિત રહ્યા હતા્અંતમાં કૈલાસબેન ગરાસીયા તથા પારસિગભાઈ રાવત દ્વારા ઉપસ્થિત જન પ્રતિનિધિઓનું આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.

