નડિયાદમાં વેચાણ મુકેલી કાર ગઠિયાએ ટ્રાયલ ના બહાને કાર લઈને રફુચક્કર થઇ ગયો

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

નડિયાદમાં કિડની હોસ્પિટલ પાછળ રહેતા સુનિલભાઈ એ વેચાણ માટે  મુકેલ મારૂતી કાર (ફ્રન્ટી) ગઠીયાએ ટ્રાયલ ના બહાને કાર લઇ જતાં ફરી પાછો ન આવતાં આ મામલે કાર માલિકે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.નડિયાદ શહેરમાં કિડની હોસ્પિટલ પાછળ કર્મવીર સોસાયટીમાં રહેતા સુનિલકુમાર રાવજીભાઈ પટેલે  વર્ષ ૨૦૨૨ની સાલમાં પોતાના મિત્ર પાસેથી મારુતિ ફ્રન્ટી ૮૦૦ કાર લીધી હતી. આ સુનિલભાઈ પટેલને ટૂંક સમયમાં વિદેશ જવાનું હોવાથી  કારના કલર કામ માટે શહેરના ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલા અક્તરહુસેન મલેકને આપી હતી. આ દરમિયાન સુનીલભાઈએ પોતાની કાર વેચવાની વાત  અક્દરહુસેનને કરી હતી. પહેલી ફેબ્રુઆરી એ ઈસમ સુનિલભાઈના ઘરે આવ્યો હતો. અને પોતાની ઓળખાણ સાઉદીન મોકુદ્દીન સૈયદ(રહે. ઠાસરા) હોવાનું જણાવ્યું હતું. અને તમારા ગાડીનું કલર કામ કરતા અક્તરહુસેનેમને મોકલેલ છે તમારી ગાડી વેચાણ આપવાની  હોય તો મારે લેવાની છે તેમ કહેતા સુનિલભાઈને તેઓની ઉપર વિશ્વાસ આવ્યો હતો. અને આ બાદ આ સાઉદીન મોકુદ્દીન સૈયદે ઉપરોક્ત કારનો ટ્રાયલ મારવાના બહાને ચાવી લિધી અને  કાર લઈને નીકળી ગયો લાંબા સમય બાદ પણ તેઓ કાર લઈને પરત ન આવતા. સુનિલભાઈને ચિંતા થવા લાગી હતી. આખરે  આ સમગ્ર મામલે આજેસુનીલભાઈ પટેલે ઉપરોક્ત કરા લઈ જનાર ઈસમ સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!