ખેડા જિલ્લા ભાજપ પ્રમુખપદે અજયભાઈ બ્રહ્મભટ્ટે કાર્યભાર સંભાળ્યો, નવ નિયુક્ત પ્રમુખને  હોદ્દેદારો,કાર્યકરોએ હર્ષોલ્લાસ પૂર્વક વધાવ્યા

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

નડિયાદ  ગુજરાત પ્રદેશ  ભાજપના નેતૃત્વ દ્વારા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખપદે  અજયભાઈ બ્રહ્મભટ્ટની નિમણુંક કરવામાં  આવી છે.૫૦  વર્ષીય અજયભાઈ  બ્રહ્મભટ્ટવકેમિકલ એન્જિનિયર છે.આજે બપોરે અજયભાઈ બ્રહ્મભટ્ટે પોતાનો નવો કાર્યભાર  સંભાળી લીધો છે.  નડિયાદ  સ્થિત જિલ્લા ભાજપ   કાર્યાલય કમલમ ખાતે પૂર્વ  જિલ્લા ભાજપ પ્રમુખ અને અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ , નડિયાદના  ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા,  માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સહિત જિલ્લાના  હોદ્દેદારો,કાર્યકરો,યુવા મોરચા,મહિલા મોરચાના કાર્યકરો એ મોટી સંખ્યામાં ઉમટી પડી નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટને હર્ષોલ્લાસ પૂર્વક શુભેચ્છા પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે અજયભાઈ બ્રહ્મભટ્ટ સંગઠનમાં છેક પાયાના સ્તરથી સક્રિય છે. જાહેર જીવનમાં નડિયાદ પાલિકામાં બે દાયકા ઉપરાંત સમય સુધી નગર સેવકની સેવા કરી છે.તે દરમિયાન બે ટર્મ માટે પાલિકા કારોબારી ચેરમેન  ની પણ સુપેરે સેવા આપી છે.નડિયાદ શહેર ભાજપ  મહામંત્રી,જિલ્લા યુવા મોરચા ,જિલ્લા  ભાજપ મંત્રી,મહામંત્રી પદે પણ સંનિષ્ઠ સેવા આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: