કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સિંધુ ઉદય

જિલ્લામાં આગામી ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરિક્ષામાં વિદ્યાર્થીઓને જરૂરી તમામ સુવિધાઓ આપવા સૂચના

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં આગામી સમયમાં જિલ્લામાં ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરિક્ષા પારદર્શકતા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વિદ્યાર્થીઓને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે એ રીતની વ્યવસ્થા માટે જરૂરી સૂચનો કલેકટરશ્રીએ કર્યા હતા.જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ કચેરીઓને યોગ્ય સંકલન થકી નાગરિકો સુધી વિવિધ યોજનાકીય લાભો સત્વરે પહોંચતા કરવા જણાવાયું હતું. બેઠકમાં નાગરિકો જેમના ૧૦ વર્ષ જુના આધાર કાર્ડ અપડેટ કરવાના બાકી હોય તેમના અપડેશનની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી જેથી તેઓને સરકારની યોજનાઓના લાભો આપી શકાય.બેઠકમાં સીએમ ડેસ્કબોર્ડ અંતર્ગતની કામગીરી તેમજ રાઈટ ટુ સીએમઓ અંતર્ગત લોક ફરિયાદની અરજીઓનું સત્વરે નિરાકરણ લાવવા જણાવાયું હતું.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, લીમખેડા પ્રાંત અધિકારી શ્રી રાજ સુથાર, એએસપી શ્રી બાંગરવા, નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!